Hardik Pandya confirms relationship with her girlfriend Maheika Sharma; BCCI | ‘તે જ્યારથી મારા જીવનમાં આવી… ત્યારથી બધું સારું થવા માંડ્યું’: BCCIના વીડિયોમાં હાર્દિકે માહિકા સાથેના રિલેશનશિપને કન્ફર્મ કર્યું; ગર્લફ્રેન્ડે કમેન્ટમાં ઇમોજી શેર કરી


38 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતે કટકમાં રમાયેલી T20 મેચમાં મંગળવારે સાઉથ આફ્રિકાની ટીમને 101 રનથી હરાવ્યું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ જોરદાર બેટિંગ કર્યા પછી બોલિંગમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું. બેટિંગમાં પંડ્યાએ શાનદાર પ્રદર્શન કરતાં 28 બોલમાં અણનમ ધમાકેદાર 59 રન બનાવ્યા, સાથે જ એક વિકેટ પણ લીધી. પોતાના આ પ્રદર્શનને કારણે હાર્દિકને ‘પ્લેયર ઑફ ધ મેચ’ પણ આપવામાં આવ્યો.

આ મેચમાં હાર્દિકે T20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. એશિયા કપમાં ક્વાડ્રિસેપ્સ ઇન્જરીને કારણે બે મહિનાથી વધુ સમય સુધી પંડ્યા ક્રિકેટથી દૂર રહ્યો હતો. આ પછી કટકમાં તેણે જોરદાર કમબેક કર્યું.

મેચ પૂરી થયા પછી હાર્દિક પંડ્યાએ પોતાની ઈજા વિશે પણ વાત કરી અને પોતાની સાથે જોડાયેલા ખાસ લોકો વિશે પણ તે બોલ્યો. BCCIએ તેનો આ વીડિયો પણ શેર કર્યો છે.

‘જ્યારથી તે મારા જીવનમાં આવી છે ત્યારથી વસ્તુઓ સારી થઈ રહી છે’ હાર્દિકે કટક T20 પછી કહ્યું – “ઘણીવાર જ્યારે ઈજા થાય છે, તો એે તમારો ટેસ્ટ લે છે, એે માનસિક રીતે તમને ઘણીવાર શંકામાં પણ નાખે છે, પરંતુ આ માટે હું મારા પ્રિયજનો (loved ones)નો આભાર માનવા માગું છું.” આ કહેવાના તરત પછી હાર્દિકે આગળ કહ્યું- “હું મારી પાર્ટનરનો ખાસ ઉલ્લેખ કરવા માગું છું, તે જ્યારેથી મારી જિંદગીમાં આવી છે ત્યારથી મારા જીવનમાં વસ્તુઓ સારી થઈ રહી છે.”

માહિકા શર્માએ પણ હાર્દિકના વીડિયો પર રિએક્શન આપ્યું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા BCCI અને હાર્દિક પંડ્યાના આ કોલેબરેશન વીડિયો પર તેની પાર્ટનર અને ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ પણ રિએક્શન આપ્યું. આનાથી એક રીતે આ વાત પર પણ મહોર લાગી ગઈ કે બંને વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે.

માહિકાએ BCCIની આ પોસ્ટ પર ઇમોજી શેર કરી. પછી તરત જ આ વીડિયોના કમેન્ટ બોક્સમાં લખ્યું- “તારા જેવો કોઈ કિંગ નથી …”

ઇન્સ્ટાગ્રામ પર BCCIએ હાર્દિક સાથે કોલેબરેશન પોસ્ટ કરી.

ઇન્સ્ટાગ્રામ પર BCCIએ હાર્દિક સાથે કોલેબરેશન પોસ્ટ કરી.

હાર્દિક અને માહિકા હાલના દિવસોમાં ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા છે. ખુદ હાર્દિકે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિકા સાથે ઘણા ફોટોઝ શેર કર્યા છે.

માહિકા શર્મા વિશે જાણો માહિકા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો. તે માત્ર 24 વર્ષની છે. તે એક અભિનેત્રી, મોડેલ અને ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેણે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે અને અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએટ થયા છે. તેના મજબૂત વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસથી માહિકા મનોરંજન જગતમાં નોંધપાત્ર સ્થાન બનાવી રહી છે.

પંડ્યાનું જસ્મિન વાલિયા સાથે બ્રેકઅપ થઈ ચૂક્યું છે હાર્દિકનું મોડેલ નતાશા સ્ટેન્કોવિક સાથે 31 મે 2020ના રોજ લગ્ન કર્યા અને એ જ વર્ષે 30 જુલાઈના રોજ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. માત્ર 4 વર્ષ પછી જ નતાશા અને પંડ્યાએ જુલાઈ 2024માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. આ પછી પંડ્યાનું નામ સિંગર જસ્મિન વાલિયા સાથે જોડાયું, પરંતુ તેની સાથે પંડ્યાનું જલદી બ્રેકઅપ થઈ ગયું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *