India Qualifies Semi Final Faces Australia Top 4 Players Lead | ટીમ ઈન્ડિયાને આ 4 પ્લેયર્સ ચેમ્પિયન બનાવી શકે!: મંધાના રમી ગઈ તો ઓસ્ટ્રેલિયાનો ખેલ ખતમ, આ વર્ષે બરાબરની ધોઈ; રિચાની વિસ્ફોટક બેટિંગથી વિરોધીઓ ઘૂંટણીએ


સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારત પાંચમી વખત વુમન્સ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. ભારતની મહિલા ટીમે ચોથા નંબર પર રહીને રાઉન્ડ રૉબિન પૂર્ણ કર્યું. હવે 30 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ટીમનો સામનો 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે.

આ સ્ટોરીમાં તે 4 ખેલાડીઓ વિશે જાણો, જે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકે છે…

પ્લેયર-1: સ્મૃતિ મંધાના

ટુર્નામેન્ટની ટૉપ સ્કોરર સ્મૃતિ મંધાના 2025માં શાનદાર ફોર્મમાં જોવા મળી. તેણે આ વર્ષે 64.65ની સરેરાશથી 1293 રન બનાવ્યા. આમાં 5 સદી અને 5 ફિફ્ટી સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામે તો તેણે આ વર્ષે છેલ્લી 4 મેચમાં 2 સેન્ચુરી અને 2 હાફ સેન્ચુરી ફટકારી દીધી છે. હવે સેમિફાઈનલમાં ફરી એકવાર ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાનું છે, ત્યારે મંધાનાએ જો સારી શરૂઆત અપાવી તો ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવાની આશા રાખી શકે છે.

શું રોલ ભજવે છે?

લેફ્ટ હેન્ડેડ બેટર પર ઇનિંગની શરૂઆત કરવાની જવાબદારી છે. સ્મૃતિએ આ ભૂમિકા બખૂબી નિભાવી. તેણે પહેલી મેચ છોડીને તમામ ઇનિંગ્સમાં 20થી વધુ રન બનાવ્યા. એટલું જ નહીં, 4 વખત 50થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી પણ કરી.

પ્લેયર-2: રિચા ઘોષ

બંગાળની 22 વર્ષની બેટર રિચાએ 6 મેચમાં 175 રન બનાવ્યા છે. તેણે 43.75 ની સરેરાશ અને 128.67ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી. તેઓ 2 વખત નોટઆઉટ રહી. રિચાએ સાઉથ આફ્રિકા સામે વિઝાગમાં 94 રનની અડધી સદીની ઇનિંગ રમી. એટલું જ નહીં, વિકેટની પાછળ બે બેટર્સને કેચઆઉટ પણ કર્યાં.

શું રોલ છે?

વિકેટકીપર બેટર રિચા ઘોષને ફિનિશર પોઝિશન પર બેટિંગની ભૂમિકા મળી. રિચાનું કામ છેલ્લી 10-15 ઓવરમાં મોટા-મોટા શોટ્સ રમીને ભારતના સ્કોરને ઝડપથી વધારવાનું રહે છે. તે પોતાની કરિયરમાં આ કામ સારી રીતે નિભાવતી આવી છે, પરંતુ ટુર્નામેન્ટમાં તેને વધારે ઇનિંગ્સમાં રમવાનો મોકો મળ્યો નથી.

પ્લેયર-3: દીપ્તિ શર્મા

આગ્રાની રહેવાસી ડાબા હાથની ઓલરાઉન્ડરે બેટ અને બોલ બંનેથી ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું. 28 વર્ષની દીપ્તિએ 7માંથી 5 મેચમાં બેટિંગ કરી. તેણે 2 અડધી સદીની મદદથી 133 રન બનાવ્યા. એટલું જ નહીં, બોલિંગમાં 15 વિકેટો પણ ઝડપી. તે આ ટુર્નામેન્ટના ટૉપ વિકેટ ટેકરમાં ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ સાથે ટૉપ પર છે.

શું રોલ છે?

દીપ્તિ પર મિડલ ઓર્ડરની બેટિંગ અને સ્પિન બોલિંગની જવાબદારી છે. બંને મોરચે દીપ્તિએ અપેક્ષાઓ મુજબનું પ્રદર્શન કર્યું. તે મિડલ ઓર્ડરમાં રિચા ઘોષ સાથે મહત્વપૂર્ણ રન બનાવી રહી છે. સાથે જ જરૂર પડવા પર ટીમને વિકેટ પણ અપાવે છે.

પ્લેયર-4: શ્રી ચારણી

આંધ્ર પ્રદેશની શ્રી ચારણી આ ટુર્નામેન્ટમાં ભારતની બીજી સૌથી સફળ બોલર છે. તેણે 7 મેચમાં 11 વિકેટો ઝડપી છે. તે માત્ર 4.91 ની ઇકોનોમીથી રન ખર્ચે છે. ઓસ્ટ્રેલિયા સામે ગ્રૂપ સ્ટેજની મેચમાં તેણે માત્ર 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેને જો બીજા છેડેથી સાથ મળ્યો હોત તો ટીમ ઈન્ડિયા જીતી પણ શકી હોત.

શું રોલ છે?

ઓસ્ટ્રેલિયા સામે ગ્રૂપ સ્ટેજમાં શાનદાર બોલિંગ કરી. ભારતીય ટીમ 331 રનનો ટાર્ગેટને ડિફેન્ડ કરી રહી હતી. આ મુકાબલામાં શ્રી ચારણીએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલી, ઓપનર ફીબી લિચફિલ્ડ અને એનાબેલ સધરલેન્ડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *