India Vs New Zealand ODI Update; Virat Kohli Mimics Arshdeep Singh Fun Practice Session Vadodara VIDEOS | વડોદરાના ગ્રાઉન્ડ પર વિરાટની ઠઠા મસ્તી: પ્રેક્ટિસ સેશનમાં અર્શદીપ સિંહની નકલ કરી, રોહિત પણ હસવા લાગ્યો; VIDEO વાઇરલ
2 કલાક પેહલા
- કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમ 11 જાન્યુઆરીથી પોતાના ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝની પહેલી મેચ વડોદરાના BCA સ્ટેડિયમમાં થશે, જેના માટે ટીમ ઈન્ડિયા પહેલાંથી જ ત્યાં પહોંચી ગઈ છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનનો એક રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે. આ વીડિયોનું કારણ વિરાટ કોહલી છે, જેણે પોતાના અંદાજથી ફરી એકવાર ફેન્સનાં દિલ જીતી લીધાં છે.
વડોદરામાં શરૂ થઈ ટીમ ઈન્ડિયાની તૈયારી
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ પહેલાં ભારતીય ટીમે વડોદરામાં જોરદાર પ્રેક્ટિસ કરી. તમામ ખેલાડીઓ પૂરા ફોકસ સાથે નેટ્સમાં પરસેવો પાડતા જોવા મળ્યા હતા. બેટર્સે જ્યાં રન બનાવવા પર ધ્યાન આપ્યું ત્યાં બોલરોએ પોતાની લાઇન અને લેન્થ પર ખાસ કામ કર્યું. ટીમ મેનેજમેન્ટ પણ આ સિરીઝને ઘણી મહત્ત્વની માની રહ્યું છે, કારણ કે એ આવનારી મોટી ટુર્નામેન્ટની તૈયારીનો ભાગ છે. હોમ ગ્રાઉન્ડ પર દર્શકોની સામે સારું પ્રદર્શન કરવું એ ટીમ ઈન્ડિયાની પ્રાથમિકતા છે.

વડોદરામાં નેટ્સ સેશનમાં વિરાટ કોહલી.
પ્રેક્ટિસ સેશનમાં વિરાટની મસ્તી
પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી હંમેશની જેમ ઘણી એનર્જીમાં જોવા મળ્યો હતો. નેટ પ્રેક્ટિસ વચ્ચે તેણે રનિંગની પ્રેક્ટિસ કરી. એ જ સમયે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ ત્યાં હાજર હતો. જ્યારે તે પોતાનું રનિંગ પૂરી કરીને વિરાટ પાસે પહોંચ્યો, ત્યારે કોહલીએ તેના દોડવાની નકલ કરવાનું શરૂ કરી દીધું. વિરાટે રમૂજી અંદાજમાં જણાવ્યું કે અર્શદીપ પોતાના રનઅપ દરમિયાન કેવી રીતે દોડે છે.
રોહિત શર્મા પણ હસવા લાગ્યો
વિરાટ કોહલીની આ નકલ જોઈને મેદાન પર હાજર ખેલાડીઓ પોતાનું હસવું રોકી શક્યા નહીં. દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા પણ કોહલીની મસ્તી જોઈને સ્મિત કરતા જોવા મળ્યો હતો. અન્ય ખેલાડીઓ પણ આ હળવા વાતાવરણનો આનંદ લેતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો
વિરાટ કોહલી અને અર્શદીપ સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને X પર એક યુઝરે શેર કર્યો છે. ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કોહલીની પ્રશંસા કરતાં લખ્યું કે તે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ ટીમનું વાતાવરણ હળવું રાખે છે. આ વીડિયો એ પણ દર્શાવે છે કે ભારતીય ટીમ કઈ રીતે દબાણથી દૂર રહીને સિરીઝની તૈયારી કરી રહી છે.

શુભમન ગિલની ODI કેપ્ટન બન્યા પછી ઘરઆંગણે પહેલી વન-ડે સિરીઝ છે.
ન્યૂઝીલેન્ડ સિરીઝમાં વિરાટ પાસેથી મોટી આશા
ન્યૂઝીલેન્ડ સામેની આ વન-ડે સિરીઝમાં તમામની નજર વિરાટ કોહલી પર ટકેલી હશે. ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તેણે શાનદાર ફોર્મ બતાવ્યું હતું. તે સિરીઝમાં કોહલીએ બે સદી અને એક અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને આશા છે કે તે એ જ લય જાળવી રાખશે. આ સિરીઝ વર્ષ 2027માં યોજાનારા વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પણ ઘણી મહત્ત્વની માનવામાં આવી રહી છે. એવામાં વિરાટ અને રોહિત જેવા સિનિયર ખેલાડીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે.
હવે પ્રેક્ટિસ સેશનના ફોટોઝ જુઓ…

વિરાટ અને રવીન્દ્ર જાડેજાએ કોટંબી સ્ટેડિયમમાં રનિંગ કર્યું હતું.

વડોદરામાં રોહિત અને ગંભીર હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

કોહલીએ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો.

પ્રેક્ટિસ સેશનમાં જાડેજા અને કોહલીએ ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરી હતી.

વિરાટ અને કેપ્ટન શુભમન ગિલ.

વડોદરામાં પ્રેક્ટિસ સેશનમાં ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.