Indias First Anti-Terror Policy PRAHAAR Launched by Centre
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક

ગૃહ મંત્રાલયે સોમવારે ભારતની પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જાહેર કરી. તેનું નામ પ્રહાર- PRAHAAR છે. આઠ પાનાની આ નીતિમાં આતંકવાદી હુમલાઓને રોકવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ ખતરા મુજબ ઝડપી અને સંતુલિત કાર્યવાહીની વાત કહેવામાં આવી છે.
કેન્દ્રએ પહેલા પાના પર ઇન્ટ્રોડક્શન અને PRAHAAR નું પૂરું નામ જણાવ્યું છે. ઇન્ટ્રોડક્શનમાં લખ્યું છે- કેટલાક પડોશી દેશોએ આતંકવાદને પોતાની સરકારી નીતિના એક સાધન તરીકે ઉપયોગ કર્યો છે. તેમ છતાં ભારત આતંકવાદને કોઈ ખાસ ધર્મ, જાતિ, દેશ કે સભ્યતા સાથે જોડીને જોતું નથી.
નીતિમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ ઇન્ટરનેટનો ઉપયોગ પરસ્પર સંપર્ક, સંગઠનમાં ભરતી અને જેહાદના મહિમામંડન માટે કરે છે. સરકારે નીતિમાં ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું પુનરાવર્તન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદને કોઈપણ ધાર્મિક, વંશીય કે વૈચારિક આધાર પર યોગ્ય ઠેરવી શકાય નહીં.
સરકારે પ્રહારમાં કહ્યું છે કે ભારત હંમેશા દરેક પ્રકારના આતંકવાદની સખત નિંદા કરતું રહ્યું છે. નીતિમાં આતંકવાદને રોકવા અને તેનો સામનો કરવા માટે એક વ્યવસ્થિત અને ગુપ્ત માહિતી આધારિત માળખું દર્શાવવામાં આવ્યું છે. સરકારી એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
નીતિમાં લખ્યું છે- વિદેશમાંથી ભારતમાં હિંસા ફેલાવવાના ષડયંત્રો રચવામાં આવ્યા
નીતિમાં કહેવામાં આવ્યું છે કે વિદેશની ધરતી પરથી કામ કરતા આતંકવાદીઓએ ભારતમાં હિંસા ફેલાવવાના ષડયંત્રો રચ્યા છે. તેમના સંચાલકો (હેન્ડલર્સ) ડ્રોન સહિતની નવી તકનીકોનો ઉપયોગ કરીને પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓને અંજામ આપવામાં મદદ કરે છે.
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠનો હવે લોજિસ્ટિક સપોર્ટ અને ભરતી દ્વારા ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે સંગઠિત ગુનાહિત ગેંગની મદદ ઝડપથી લઈ રહ્યા છે. પ્રચાર, પરસ્પર સંપર્ક, ભંડોળ અને હુમલાઓને દિશા આપવા માટે આ આતંકવાદી જૂથો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરે છે.
આતંકવાદ વિરોધી નીતિમાં બીજું શું લખ્યું છે, 10 મુદ્દાઓમાં વાંચો
- નીતિમાં સરકાર સાથે સમગ્ર સમાજની ભાગીદારીવાળી રીત અપનાવવાની વાત કહેવામાં આવી છે. આતંકવાદને પ્રોત્સાહન આપતી કટ્ટરતા જેવી પરિસ્થિતિઓને સમાપ્ત કરવા પર પણ ધ્યાન આપવાની વાત કહેવામાં આવી છે.
- તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય આતંકવાદ-વિરોધી નીતિનો મુખ્ય ઉદ્દેશ ભારતીય નાગરિકો અને દેશના હિતોની રક્ષા માટે આતંકવાદી હુમલાઓને રોકવાનો છે. આ ઉપરાંત ખતરા મુજબ ઝડપી અને સંતુલિત જવાબ આપવાનો છે.
- નીતિમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ સામે સરકારના અલગ-અલગ વિભાગોની શક્તિઓને એક કરીને કામ કરવાનું છે. ખતરાઓનો સામનો કરવા માટે માનવાધિકાર અને કાયદા આધારિત પ્રક્રિયાઓ અપનાવવાની છે.
- કટ્ટરતા સહિત આતંકવાદને પ્રોત્સાહન આપતા કારણોને ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરુદ્ધના પ્રયાસોમાં તાલમેલ બેસાડવો પણ આતંકવાદ-વિરોધી નીતિનો એક ભાગ છે.
- નીતિમાં જણાવાયું છે કે ભારત સક્રિય અને ગુપ્ત માહિતી આધારિત રણનીતિ અપનાવે છે. તેમાં મલ્ટી એજન્સી સેન્ટર (MAC)ની મહત્વની ભૂમિકા છે.
- ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) હેઠળ કામ કરતી જોઇન્ટ ટાસ્ક ફોર્સ ઓન ઇન્ટેલિજન્સ (JTFI)નો પણ ઉલ્લેખ છે, જે દેશભરમાં રીઅલ-ટાઇમ ગુપ્ત માહિતી શેર કરવા અને સંયુક્ત કાર્યવાહી માટે કામ કરે છે.
- પ્રહારમાં સરકારે કહ્યું છે કે ભારતને પાણી, જમીન અને હવા- ત્રણેય મોરચે આતંકવાદી ખતરાનો સામનો કરવાનો છે. સીમા સુરક્ષા દળો આધુનિક ટેકનોલોજી અને ઉપકરણોથી સજ્જ છે.
- વીજળી, રેલવે, ઉડ્ડયન, બંદર, સંરક્ષણ, અવકાશ અને પરમાણુ ઊર્જા જેવા મહત્વના ક્ષેત્રોની સુરક્ષા માટે ક્ષમતા વધારવામાં આવી છે.
- નીતિમાં અલ-કાયદા અને ISIS જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનોના ખતરાનો પણ ઉલ્લેખ છે. તેમાં એન્ક્રિપ્શન, ડાર્ક વેબ અને ક્રિપ્ટો વોલેટ જેવી તકનીકોને પણ પડકાર ગણાવવામાં આવી છે.
- તેમાં કહેવામાં આવ્યું છે કે CBRNED (રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ, પરમાણુ, વિસ્ફોટક અને ડિજિટલ) સામગ્રી સુધી પહોંચ અટકાવવી હજુ પણ મોટો પડકાર છે.
——————————
આતંકવાદ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
J&Kના કિશ્તવાડમાં ટેરર નેટવર્કનો સફાયો:પહેલગામ હુમલા પછીથી ટાર્ગેટેમાં હતા તે 7 આતંકીને ઉડાવી દીધા, જૈશ કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ; 326 દિવસ ઓપરેશન ચાલ્યુ

ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે X પર 7 આતંકવાદીઓની તસવીર પોસ્ટ કરી અને લખ્યું છે કે 326 દિવસ પછી કિશ્તવાડમાંથી આતંકના નેટવર્કનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ આતંકવાદીઓમાં જૈશનો કમાન્ડર સૈફુલ્લાહ પણ માર્યો ગયો છે. સૈફુલ્લાહ કિશ્તવાડમાં આતંકનો કમાન્ડર હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
