Innocent killed when asked to make favorite dish | મનપસંદ ડીશ બનાવવા કહ્યું તો માસુમની હત્યા: માતા વેલણ લઈને તુટી પડી, માસુમ તડપી રહ્યો હતો, નિર્દય માતા હોસ્પિટલ લઈ ગઈ નહી; મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ


મુંબઈ7 કલાક પેહલા

  • કૉપી લિંક
40 વર્ષીય પલ્લવી ઘુમડે તેના બાળકો સાથે પાલઘરના કાશીપાડામાં એક ફ્લેટમાં રહેતી હતી. - Divya Bhaskar

40 વર્ષીય પલ્લવી ઘુમડે તેના બાળકો સાથે પાલઘરના કાશીપાડામાં એક ફ્લેટમાં રહેતી હતી.

મહારાષ્ટ્રના પાલઘરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાલઘરમાં એક માતાએ ગુસ્સામાં આવીને તેના 7 વર્ષના પુત્રને વેલણથી એટલો માર માર્યો કે માસુમ મોતને ભેટ્યો. દીકરાની માત્ર એટલી જ ભૂલ હતી કે તેણે ખાવા માટે તેની મનપસંદ ડિશ બનાવવા માતાને કહ્યું હતું. આ સામાન્ય વાતથી રોષે ભરાયેલી માતા વેલણ લઈને માસુમ પર તુટી પડી હતી. અહેવાલો અનુસાર, બાળકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. હેરાન કરનારી વાત એ છે કે માર મારવાથી ઈજાગ્રસ્ત માસુમ ઘરમાં તડપી રહ્યો હતો પણ નિર્દય માતા તેને હોસ્પિટલ લઈ ગઈ નહોતી અને માસુમનું ઘરે જ મૃત્યુ થયું.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કાશીપાડામાં, એક મહિલાએ તેના 7 વર્ષના પુત્રને ખાવાનું (ચિકન) માંગવા બદલ વેલણથી મારી-મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. મહિલાએ બાળકના માથા, છાતી, પીઠ અને ચહેરા પર વેલણથી અનેક ઘા માર્યા હતા. મહિલાએ તેની 10 વર્ષની પુત્રીને પણ માર માર્યો.

બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાળકોની હાલત ગંભીર હોવા છતાં, મહિલા તેમને હોસ્પિટલ લઈ ગઈ ન હતી. પુત્રનું ઘરે જ મૃત્યુ થયું. જ્યારે બાળકોની ચીસો સાંભળીને એક પાડોશી ઘરે આવ્યો, ત્યારે તેણે પુત્રને ચાદરથી ઢંકાયેલો જમીન પર પડેલો જોયો.

પૂછપરછ કરતાં, માતાએ દાવો કર્યો કે તેના પુત્રનું મૃત્યુ કમળાથી થયું છે. જ્યારે પાડોશીને શંકા ગઈ અને તેણે ચાદર ઉંચી કરીને જોયું તો, પુત્રની છાતી, પીઠ અને ચહેરા પર અનેક ઈજાના નિશાન જોવા મળ્યા. ત્યારબાદ તેણે આ ઘટનાની પોલીસને જાણ કરી હતી.

મહિલા પતિથી અલગ રહેતી હતી

ત્યારબાદ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે આરોપી મહિલાની ધરપકડ કરી અને હુમલામાં વપરાયેલ વેલણ જપ્ત કર્યુ હતું. મહિલાની ઓળખ 40 વર્ષીય પલ્લવી ઘુમડે તરીકે થઈ છે.

માસુમે ખાવા માટે તેની મનપસંદ ડિશ બનાવવા માતાને કહ્યું હતું.

માસુમે ખાવા માટે તેની મનપસંદ ડિશ બનાવવા માતાને કહ્યું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. તે તેના બે બાળકો અને બે બહેનો સાથે કાશીપાડા વિસ્તારમાં એક ફ્લેટમાં રહેતી હતી. તેણે પોલીસ સમક્ષ એવો પણ દાવો કર્યો હતો કે તેના પુત્રનું મૃત્યુ બીમારીથી થયું છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા તેના પતિથી અલગ રહેતી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા તેના પતિથી અલગ રહેતી હતી.

ઘાયલ બાળકીએ કહ્યું કે તેના ભાઈએ તેની મનપસંદ ડીશ બનાવવા માતાને કહ્યું હતું

જોકે, તેની ઘાયલ 10 વર્ષની પુત્રીએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તેના ભાઈએ તેની માતાને ચિકન રાંધવાનું કહ્યું હતું. ગુસ્સે થઈને, તેની માતાએ તેને માર માર્યો અને પછી વેલણથી માર મારતા તુટી પડી હતી. ઘાયલ છોકરીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બાદમાં, તેની સુરક્ષા અને સંભાળ માટે આશ્રયસ્થાનમાં મોકલવામાં આવી. પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 103(1) (હત્યા) અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *