Italy Deputy PM Antonio Tajani Meets PM Modi; Confirms Invitation Accepted For 2026 Visit | PM મોદીએ તો ઇટાલી જવાની હા પાડી પણ…: હવે જ્યોર્જિયા મેલોની ભારત ક્યારે આવશે?; જાણો વિદેશ મંત્રી તજાની અને મોદી વચ્ચે થયેલી ખાસ વાતચીત


અમુક પળો પેહલા

  • કૉપી લિંક

ઇટાલીના ડેપ્યુટી વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ-દિવસીય પ્રવાસ પર છે. બુધવારે સાંજે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ, જેને તજાનીએ ખૂબ જ પોઝિટિવ અને ઉપયોગી ગણાવી.

આ મુલાકાત દરમિયાન, તજાનીએ PM મોદીને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફથી 2026માં ઇટાલી આવવાનું આમંત્રણ પણ આપ્યું. તજાનીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના ઇટાલીના પ્રવાસને લઈને ‘હા’માં જવાબ મળ્યો છે, પરંતુ સમય હજી નક્કી કરવામાં આવ્યો નથી.

વિદેશ મંત્રી તજાનીએ કહ્યું કે ભારત-ઇટાલી સંબંધો નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છે અને આવનારા વર્ષોમાં બંને દેશોના સહયોગમાં વધુ તેજી આવશે. ભારત અને ઇટાલી એકબીજા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે અને આવનારો સમય બંને દેશો માટે સારી સંભાવનાઓ લઈને આવશે.

પીએમ મોદીએ શનિવારે જોહાનિસબર્ગમાં G20 સમિટમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદીએ શનિવારે જોહાનિસબર્ગમાં G20 સમિટમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને વિશ્વ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ઇટાલીના PM મેલોનીના ભારત પ્રવાસ પર શું બોલ્યા વિદેશ મંત્રી તજાની? જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ભારત ક્યારે આવશે? આના પર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રી તજાનીએ કહ્યું કે, અમે લોકોએ એ હજી નક્કી નથી કર્યું કે તે 2026માં ક્યારે ભારત આવશે.

ઇટાલીના પ્રતિનિધિત્વ અને વડાપ્રધાન મોદી વચ્ચે શું વાતચીત થઈ? મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન, સાંસ્કૃતિક જોડાણ, વેપાર, તકનીક અને કુટનીતિક ભાગીદારી પર વિસ્તારથી વાત કરી. તજાનીએ ખાસ કરીને કહ્યું કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતને આગળ વધારવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમના મતે ભારતનો વૈશ્વિક સ્તર પર વધતો પ્રભાવ આ દિશામાં મદદ કરી શકે છે.

14 જૂન, 2024ને શુક્રવારે G7 સમિટમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી લેતી વખતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

14 જૂન, 2024ને શુક્રવારે G7 સમિટમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી લેતી વખતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

જ્યોર્જિયા મેલોની અને વડાપ્રધાન મોદીની મુલાકાત ક્યારે-ક્યારે થઈ? નવેમ્બર 2022- બાલી, ઇન્ડોનેશિયા (G20 સમિટ): વડાપ્રધાન બન્યા પછી તરત જ મેલોનીની મોદી સાથેની પહેલી મુલાકાત બાલીમાં થઈ હતી. આનાથી ભારત-ઇટાલી સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ.

  • 2-3 માર્ચ, 2023- નવી દિલ્હી: મેલોનીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન, બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી, જેને દ્વિપક્ષીય સંબંધોમાં એક મુખ્ય પગલું માનવામાં આવે છે.
  • સપ્ટેમ્બર 2023- નવી દિલ્હી (G20 સમિટ): આ બેઠક દરમિયાન નેતાઓ વચ્ચેની સરળતા અને તાલમેલને સોશિયલ મીડિયા પર વ્યાપક ધ્યાન મળ્યું.
  • 14 જૂન, 2024- પુગલિયા, ઇટાલી (G7 સમિટ): યજમાન તરીકે, મેલોનીએ મોદીનું સ્વાગત કર્યું અને તેમને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. બેઠકમાં વ્યાપક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ.
  • 18 નવેમ્બર, 2024- રિયો ડી જાનેરો, બ્રાઝિલ (G20 સમિટ): બંને નેતાઓએ ‘ઈન્ડિયા-ઇટાલી જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-2029’ની જાહેરાત કરી.
  • જૂન 2025- કનાનાસ્કિસ, કેનેડા (G7 સમિટ): અનૌપચારિક વાતચીત પછી #Melodi હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયો.
  • 23 નવેમ્બર, 2025- જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા (G20 સમિટ): બેઠક દરમિયાન ‘ઈન્ડિયા-ઇટાલી જોઈન્ટ ઇનિશિયેટિવ’ની જાહેરાત કરવામાં આવી.



Source link