Khalistan supporters raise anti-India slogans in Canada | કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરોધી નારા લગાવ્યા: PM મોદી-રક્ષામંત્રી રાજનાથ સિંહના પૂતળા બનાવીને લખ્યું- હિન્દુ ટેરરિસ્ટ; હાથમાં પાકિસ્તાની ઝંડા હતા


લુધિયાણા1 કલાક પેહલા

  • કૉપી લિંક
કેનેડાના સરેમાં એક મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાન સમર્થકો. - Divya Bhaskar

કેનેડાના સરેમાં એક મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાન સમર્થકો.

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ અલગ-અલગ શહેરોમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાનીઓએ નિજ્જરના હોર્ડિંગ્સ લઈને ભારત વિરુદ્ધ નારા લગાવ્યા. એટલું જ નહીં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું બનાવીને તેના પર લખ્યું કે તેણે હરદીપ નિજ્જરને માર્યો છે.

વડાપ્રધાન મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને હિન્દુ આતંકવાદી ગણાવ્યા. બીજી તરફ, વેનકુવરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સામે પણ પ્રદર્શન કરવામાં આવ્યું. અહીં પણ રાજનાથના તે નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો, જેમાં તેમણે પાકિસ્તાનના સિંધને પોતાનો ગણાવ્યો હતો.

હિંદુસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. વેનકુવરમાં થયેલા આ પ્રદર્શનમાં ખાલિસ્તાન સમર્થકોના હાથમાં પાકિસ્તાનનો ઝંડો પણ હતો. આ પહેલા પણ કેનેડાના વિવિધ શહેરોમાં ભારત વિરોધી પ્રદર્શનો થઈ ચૂક્યા છે.

ઓટાવા શહેરમાં સાત દિવસ પહેલા જ ગેરકાયદેસર ખાલિસ્તાન જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોનો દાવો હતો કે ઓન્ટેરિયો, આલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યુબેક પ્રાંતોમાંથી 53,000થી વધુ ખાલિસ્તાન સમર્થકો મત આપવા આવ્યા હતા. આ દરમિયાન ભારતીય ધ્વજ ‘તિરંગા’નું અપમાન પણ કરવામાં આવ્યું હતું.

વેનકુવરમાં ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો. આ દરમિયાન તેમના હાથમાં પાકિસ્તાની ઝંડો પણ જોવા મળ્યો.

વેનકુવરમાં ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો. આ દરમિયાન તેમના હાથમાં પાકિસ્તાની ઝંડો પણ જોવા મળ્યો.

અહીં જાણો ખાલિસ્તાન સમર્થકોના પ્રદર્શનની 2 વાતો…

હિન્દુ મંદિરની બહાર સૂત્રોચ્ચાર કર્યા

બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં ખાલિસ્તાની સમર્થકો એક હિન્દુ મંદિરની બહાર ભેગા થયા. તેમણે હાથમાં હરદીપ સિંહ નિજ્જરના પોસ્ટર રાખ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પણ રાખ્યા હતા. વડાપ્રધાનના પોસ્ટર પર હિન્દુ ટેરરિસ્ટ લખેલું હતું. મંદિરની બહાર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનને કારણે શ્રદ્ધાળુઓ પરેશાન થયા હતા.

સ્થાનિક નિવાસીઓએ ખાલિસ્તાન સમર્થકો દ્વારા આ રીતે મંદિરની બહાર પ્રદર્શન કરવા પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જો તેમનો વિરોધ ભારત સાથે છે તો તેઓ ધાર્મિક સ્થળોની બહાર સૂત્રોચ્ચાર શા માટે કરી રહ્યા છે. આવું કરીને તેઓ લોકોના મનમાં ભય પેદા કરી રહ્યા છે.

વેનકુવરમાં રાજનાથ સિંહ મુર્દાબાદના નારા લાગ્યા બીજી તરફ, વેનકુવરમાં ખાલિસ્તાન સમર્થકોએ 29 નવેમ્બરે પ્રદર્શન કર્યું અને હવે તેને શેર કર્યું છે. વીડિયો પર ખાલસા દીવાન સોસાયટી વેનકુવર કેનેડા લખેલું છે. વીડિયોમાં ખાલિસ્તાન સમર્થકોએ રાજનાથ સિંહને પણ હિન્દુ ટેરરિસ્ટ કહ્યા અને કહ્યું કે તે સિંધ પર કબજો કરવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાન સાથે ઊભા છે.

સાત દિવસ પહેલા ગેરકાયદેસર જનમત સંગ્રહ કર્યો, 3 PHOTO…

લોકો સવારથી સાંજ સુધી લગભગ બે કિલોમીટર લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા.

લોકો સવારથી સાંજ સુધી લગભગ બે કિલોમીટર લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા.

જનમત સંગ્રહમાં પંજાબને ભારતથી અલગ કરવા પર ખાલિસ્તાનીઓએ મતદાન કર્યું હતું.

જનમત સંગ્રહમાં પંજાબને ભારતથી અલગ કરવા પર ખાલિસ્તાનીઓએ મતદાન કર્યું હતું.

ગેરકાયદેસર જનમત સંગ્રહમાં ભારતીય પીએમ અને અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર જનમત સંગ્રહમાં ભારતીય પીએમ અને અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ભારતીય PM વિરુદ્ધ નારા લગાવ્યા

વોટિંગ સ્થળ મેકનેબ કોમ્યુનિટી સેન્ટરની બહાર ખાલિસ્તાન સમર્થકોએ ભારતના વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય નેતાઓ વિરુદ્ધ ‘મારી નાખો-મારી નાખો’ જેવા નારા લગાવ્યા હતા. લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. SFJના વડા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વિદેશથી સેટેલાઇટ દ્વારા લોકોને સંબોધન કર્યુ હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજારો લોકોએ તેમાં ભાગ લીધો હતો. લોકો સવારથી સાંજ સુધી પીળા રંગના ખાલિસ્તાની ઝંડા હાથમાં લઈને લગભગ બે કિલોમીટર લાંબી કતારમાં ઊભા રહ્યા હતા.

મોદી-કાર્નીની મુલાકાત પર સવાલો ઉઠાવ્યા

કેનેડિયન PM માર્ક કાર્નીએ હાલમાં દક્ષિણ આફ્રિકામાં G-20 સમિટ દરમિયાન PM મોદી સાથે મુલાકાત કરી હતી. SFJએ આ વાત પર સવાલ ઉઠાવ્યો કે જ્યારે કેનેડામાં ભારત વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓ થઈ રહી છે, ત્યારે કેનેડિયન PM ભારતીય PMને શા માટે મળ્યા.

ભારત સરકારે આ આયોજનને ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે આ ભારતની સાર્વભૌમત્વ પર હુમલો છે. કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતને તોડવા માટે કરવામાં આવી રહ્યો છે.

G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

ગયા વર્ષે તિરંગાને તલવારથી કાપવામાં આવ્યો હતો

અહીં, અગાઉ પણ ઘણી વખત ભારતીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં કેલગરીમાં ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તલવારો અને ભાલા વડે તિરંગાને કાપ્યો હતો. ખાલિસ્તાનીઓએ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના ફોટા નીચે હિંન્દુ આતંકવાદી લખ્યું હતું.

ખાલિસ્તાનીઓએ કહ્યું કે હરદીપ સિંહ નિજ્જરને સુનિયોજિત ષડયંત્ર હેઠળ એજન્સીઓએ નિશાન બનાવ્યા છે. તેઓ હરદીપ નિજ્જરના પરિવારને ન્યાય અપાવીને રહેશે. એપ્રિલ 2025ની વૈશાખી પરેડમાં સરે (કેનેડા)માં ધ્વજને જમીન પર ઘસડવામાં આવ્યો હતો.

નવેમ્બર 2025ની શરૂઆતમાં મોન્ટ્રિયલમાં 500થી વધુ કારો વાળી રેલીમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા. 15 નવેમ્બરના રોજ ઓટાવામાં ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયકના આવાસની બહાર કાર રેલી કાઢવામાં આવી હતી, જ્યાં એર ઇન્ડિયા બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા સંતોખ સિંહ ખેલાએ ભાગ લીધો હતો.

————–

આ સમાચાર પણ વાંચો…….

કેનેડા માં ભારતીય દૂતાવાસ ની બહાર પ્રદર્શન: ટ્રુડો ના ભારત પર ના આરોપો ના 2 વર્ષ પૂરા થવા પર હંગામો, વાણિજ્ય દૂતાવાસ ની ઘેરાબંધી

કેનેડાના વાનકુવરમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાન સમર્થક સંગઠનોએ ભારે પ્રદર્શન કર્યું. 18 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પ્રદર્શન ચાલુ રહ્યું. આયોજકોનો આરોપ છે કે ભારત સરકાર કેનેડામાં ખાલિસ્તાન સમર્થક શીખોને સતત ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે.



Source link