Kharge Alleges Govt Trapped in US Trade Deal, India Loses Concessions


નવી દિલ્હી45 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમેરિકા સાથે ટેરિફ ડીલ પર વિપક્ષ ફરી મોદી સરકાર પર આક્રમક છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પીએમ મોદી પર સમજૂતી કરવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે તેમનો વિશ્વાસઘાત હવે ઉઘાડો થઈ ચૂક્યો છે. તેમણે દાવો કર્યો કે પીએમ આ વ્યાપાર સમજૂતીમાં ફરીથી આત્મસમર્પણ (સરેન્ડર) કરી દેશે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ટેરિફ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોયા વિના મોદી સરકારે આટલી ઉતાવળમાં એક ટ્રેપ ડીલમાં સામેલ કેમ થયા, જેણે ભારત પાસેથી ભારે છૂટછાટો છીનવી લીધી.

જણાવી દઈએ કે અમેરિકાએ 2 ફેબ્રુઆરીએ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18% કર્યો હતો. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે 20 ફેબ્રુઆરીએ જણાવ્યું કે અમેરિકા સાથે ‘અંતરિમ વ્યાપાર સમજૂતી’ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફાઇનલ થઈ જશે.

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે રદ કર્યો

શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 6-3 બહુમતીથી ચુકાદો આપતા કહ્યું કે બંધારણ હેઠળ ટેક્સ અને ટેરિફ લાદવાનો અધિકાર રાષ્ટ્રપતિને નહીં, માત્ર સંસદને છે.

ખડગેએ કહ્યું- મોદીજીએ સત્ય જણાવવું જોઈએ

1. મલ્લિકાર્જુન ખડગે: મોદીજીએ દેશવાસીઓ સામે ઊભા રહીને સત્ય કહેવું જોઈએ. કોણે અથવા કયા કારણોએ તમને ભારતના રાષ્ટ્રીય હિત અને વ્યૂહાત્મક સ્વાયત્તતા સાથે સમાધાન કરવા દબાણ કર્યું? શું તે એપસ્ટીન ફાઇલો હતી? શું ભારત સરકાર તેની ભારે નિષ્ક્રિયતામાંથી જાગશે અને 140 કરોડ ભારતીયોના આત્મસન્માન તથા આપણા ખેડૂતો, મજૂરો, નાના વ્યવસાયો અને વેપારીઓના હિતોનું રક્ષણ કરતો એક નિષ્પક્ષ વેપાર કરાર રજૂ કરશે?

2. જયરામ રમેશ: જો સરકારે અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય માટે વધુ 18 દિવસ રાહ જોઈ હોત, તો ભારતીય ખેડૂતો અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી શકાયું હોત. ભારત-અમેરિકા વેપાર કરાર ખરેખર એક પરીક્ષા છે, જેને વડાપ્રધાનની હતાશા અને આત્મસમર્પણને કારણે ભારત પર લાદવામાં આવી રહ્યો છે.

20 ફેબ્રુઆરી: ટ્રમ્પે તમામ દેશો પર 10% નવો ટેરિફ લગાવ્યો

20 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફ રદ કરવાના નિર્ણયના 3 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભર પર 10% ગ્લોબલ ટેરિફ લગાવ્યો. તેમણે એક આદેશ પર હસ્તાક્ષર કરીને તેને લાગુ કર્યો. આ ટેરિફ 24 ફેબ્રુઆરીના રોજ મોડીરાતથી લાગુ પડશે.

આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 6-3 બહુમતીથી ચુકાદો આપતા કહ્યું કે બંધારણ હેઠળ ટેક્સ અને ટેરિફ લગાવવાનો અધિકાર રાષ્ટ્રપતિને નહીં, ફક્ત સંસદને છે.

ટ્રમ્પે તેની ટીકા કરતા કહ્યું- આ ખૂબ જ નિરાશાજનક છે. મને કોર્ટના કેટલાક જજો પર શરમ આવે છે. તેઓ દેશ માટે કલંક છે, તેમની પાસે આપણા દેશ માટે યોગ્ય કામ કરવાની હિંમત નથી. ભારત સાથેની ટ્રેડ ડીલ પર ટ્રમ્પે કહ્યું કે, આ ડીલમાં કોઈ ફેરફાર થશે નહીં. પીએમ મોદી મારા સારા મિત્ર છે.

જોકે, બીબીસીના રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે બ્રિટન, ભારત અને યુરોપિયન યુનિયન સહિત અમેરિકા સાથે વેપાર કરાર કરનારા દેશોને હવે 10% ટેરિફનો સામનો કરવો પડશે. એટલે કે ભારત પર હવે ટેરિફ 18% ને બદલે ઘટીને 10% થઈ જશે.

…………………..

આ સમાચાર પણ વાંચો…

ટ્રમ્પ બોલ્યા-ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ ફેરફાર નહીં:પહેલેથી નક્કી થયેલા કરાર પર વાત આગળ વધશે; પીએમ મોદી મારા સારા મિત્ર છે, તેઓ ખૂબ જ સ્માર્ટ છે

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના નિર્ણય અને ટ્રમ્પ દ્વારા ફરીથી નવા ટેરિફની જાહેરાત પછી ભારત-યુએસ ટ્રેડ ડીલ પહેલાની જેમ જ રહેશે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, ભારત સાથે થનારા કરાર પર કોઈ અસર નહીં થાય. તે પહેલાની જેમ જ આગળ વધશે. સંપૂર્ણ સમાચાર વાંચો…



Source link