Land for Job case: Charges framed against 40 including Lalu family | લાલુ પરિવારે ગુનાહિત ગેંગની જેમ કામ કર્યું: લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવાર સહિત 41 પર આરોપ; કોર્ટે કહ્યું- લાલુ-રાબડી, તેજસ્વી-મીસા, હેમા-તેજપ્રતાપ પર ચાલશે કેસ


પટના12 મિનિટ પેહલા

  • કૉપી લિંક
તેજ પ્રતાપ યાદવ અને મીસા ભારતી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. - Divya Bhaskar

તેજ પ્રતાપ યાદવ અને મીસા ભારતી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા.

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે લાલુ પરિવાર પર આરોપો નક્કી કર્યા છે. 41 લોકો પર આરોપો નક્કી થયા છે. આ લોકો પર હવે કેસ ચાલશે. કોર્ટે 52 લોકોને નિર્દોષ છોડ્યા છે.

સુનાવણીને લઈને આજે શુક્રવારે લાલુ યાદવની મોટી દીકરી મીસા ભારતી અને દીકરો તેજપ્રતાપ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા. આ મામલો કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા નોંધવામાં આવ્યો છે.

રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ જજ વિશાલ ગોગ્નેએ કહ્યું કે લાલુ યાદવ અને તેમનો પરિવાર એક ગુનાહિત ગેંગની જેમ કામ કરી રહ્યા હતા અને તેમની તરફથી એક વ્યાપક ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

જજે આદેશ સંભળાવતા કહ્યું, “કોર્ટ શંકાના આધારે એવું માને છે કે લાલુ પ્રસાદ યાદવે પોતાના પરિવાર (દીકરીઓ, પત્ની અને દીકરાઓ) માટે સ્થાવર સંપત્તિઓ મેળવવા માટે સરકારી નોકરીને સોદાબાજીના હથિયાર તરીકે ઉપયોગ કરવાની એક વ્યાપક ષડયંત્ર રચ્યું હતું.”

આ કેસમાં કુલ 41 આરોપીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ આરોપો ઘડવામાં આવશે. કોર્ટે 52 આરોપીઓને નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો છે.

લાલુ યાદવની પુત્રી મીસા ભારતી રાઉસ એવન્યુ કોર્ટમાં પહોંચી હતી.

લાલુ યાદવની પુત્રી મીસા ભારતી રાઉસ એવન્યુ કોર્ટમાં પહોંચી હતી.

મોટો દીકરો તેજ પ્રતાપ યાદવ પણ કોર્ટમાં પહોંચ્યો હતો.

મોટો દીકરો તેજ પ્રતાપ યાદવ પણ કોર્ટમાં પહોંચ્યો હતો.

હવે આગળ શું

કોર્ટે પુરાવાના આધારે સ્વીકાર્યું છે કે લાલુ યાદવ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો સાચા છે. આના આધારે હવે તેમની વિરુદ્ધ આ કેસનો ટ્રાયલ ચાલશે. ટ્રાયલમાં દલીલો થશે અને ત્યારબાદ તેના પર અંતિમ ચુકાદો સંભળાવવામાં આવશે.

લાલુ યાદવ પાસે શું વિકલ્પ છે

આરજેડી સુપ્રીમો લાલુ યાદવ નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે.

CBI એ ચાર્જશીટ રજુ કરી છે

સુનાવણી દરમિયાન CBIએ કોર્ટમાં એક ચકાસણી રિપોર્ટ રજૂ કર્યો, જેમાં જણાવાયું કે ચાર્જશીટમાં નામજોગ 103 આરોપીઓમાંથી પાંચનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

તપાસ એજન્સીએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમના પુત્ર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી છે.

2004થી 2009ની વચ્ચે રચાયેલું ષડયંત્ર

CBIનું કહેવું છે કે ‘આ આખું ષડયંત્ર 2004 થી 2009ની વચ્ચે રચાયું હતું જ્યારે લાલુ પ્રસાદ યાદવ દેશના રેલ મંત્રી હતા. તપાસ એજન્સીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન લગભગ તમામ કેસોમાં નોકરી આપતા પહેલા જ જમીનો ટ્રાન્સફર કરવામાં આવી હતી અને મોટાભાગના કિસ્સાઓમાં ગિફ્ટ ડીડ તૈયાર કરી લેવામાં આવી હતી.’

CBIએ આરોપપત્રમાં એવો પણ દાવો કર્યો છે કે ‘જ્યારે લાલુ યાદવ રેલ મંત્રી હતા, ત્યારે તેમના નજીકના ભોલા યાદવે ગામમાં જઈને કહ્યું હતું કે પોતાના પરિવારજનોને નોકરી અપાવવાના બદલામાં પોતાની-પોતાની જમીન લાલુ પરિવારના નામે કરી દો. લાલુ પરિવારના નામે જમીન લખનારા તમામ આરોપીઓએ દાવો કર્યો છે કે તેમને લાલુ પરિવાર તરફથી રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી.’

લાલુની દીકરીઓ પર પણ આરોપ

સીબીઆઈએ આ મામલે માત્ર લાલુ અને તેમના પુત્રોને જ નહીં, પરંતુ તેમની દીકરીઓને પણ આરોપી બનાવ્યા છે. ખાસ કરીને સાંસદ મીસા ભારતી અને હેમા યાદવ વિરુદ્ધ પણ ચાર્જશીટમાં આરોપ નોંધાયા છે કે તેમને પણ નજીવી કિંમતે જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *