Mamata Banerjee Attacks Amit Shah, Calls Him ‘Dangerous’ Over Voter List SIR | મમતાએ કહ્યું- અમિત શાહ ખતરનાક, તે દુર્યોદન-દુશાસન જેવા: મહિલાઓને કહ્યું- SIRમાં નામ કપાય તો તમારી પાસે રસોઈ બનાવવાના વાસણ છે, તેનાથી લડો
કોલકાતા2 કલાક પેહલા
- કૉપી લિંક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખતરનાક ગણાવ્યા છે. મમતાએ ગુરુવારે કૃષ્ણાનગરની રેલીમાં કહ્યું કે શાહની આંખોમાં દહેશત છે. તેમની એક આંખમાં તમને દુર્યોધન તો બીજી આંખમાં દુશાસન દેખાશે.
મમતાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR એટલે કે મતદાર ચકાસણી)ને લઈને મહિલાઓને કહ્યું- તેઓ (કેન્દ્ર સરકાર) SIRના નામે માતાઓ-બહેનોના અધિકાર છીનવી લેશે. તેઓ ચૂંટણી દરમિયાન દિલ્હીથી પોલીસ બોલાવશે.
મમતાએ મહિલાઓને એ પણ કહ્યું- જો તમારા નામ કાપવામાં આવે તો તમારી પાસે રસોડાના વાસણો છે, તેનાથી લડો. તમારા નામને યાદીમાંથી કપાવા ન દેતા. મહિલાઓ આગળ આવીને લડશે, પુરુષો તેમની પાછળ રહેશે.
મમતાએ આરોપ લગાવ્યો કે 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા જ SIRને રાજકીય હથિયાર બનાવવામાં આવી રહ્યું છે. અમિત શાહ મતોના એટલા ભૂખ્યા છે કે ચૂંટણીના બે મહિના પહેલા જ આ પ્રક્રિયા ચલાવી રહ્યા છે.
SIR ભાજપને ફાયદો પહોંચાડવા માટે થઈ રહ્યું છે મમતાએ રેલીમાં એમ પણ કહ્યું કે ઓક્ટોબરથી 12 રાજ્યોમાં SIR ચાલી રહ્યું છે. આ પ્રક્રિયાનો હેતુ ખોટા મતદારનું નામ હટાવવું અને નવા મતદારો ઉમેરવાનો છે. આ ભાજપને ફાયદો પહોંચાડવા માટે થઈ રહ્યું છે.
મમતાએ કેન્દ્ર પર બંગાળીઓને બાંગ્લાદેશી ગણાવીને ડિટેન્શન કેમ્પમાં મોકલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે દિલ્હીથી ભાજપ સમર્થક અધિકારીઓ મોકલવામાં આવી રહ્યા છે, જે જિલ્લાધિકારીઓની દેખરેખ રાખી રહ્યા છે. જો કોઈને બહાર કાઢવામાં આવશે, તો અમે પાછા લાવીશું. બંગાળનો મામલો અલગ છે.
અમિત શાહ બોલ્યા- લોકતંત્રને પ્રદૂષિત થવાથી બચાવી રહ્યા છીએ
ગૃહમંત્રી અમિત શાહે મમતાના વિરોધને ઘૂસણખોરોને બચાવવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે કહ્યું કે SIRથી લોકશાહીને પ્રદૂષિત થતી બચાવવામાં આવી રહી છે. શાહે X પર લખ્યું કે કેટલાક પક્ષો મતદાર યાદી શુદ્ધિકરણની વિરુદ્ધ છે, કારણ કે તેમને ઘૂસણખોરોના મત જોઈએ છે.
ઘૂસણખોરોના સમર્થક કોણ છે?બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડરના મોટા ભાગની ફેન્સિંગ TMC સરકાર દ્વારા જમીન ન આપવાના કારણે પેન્ડિંગ છે.TMC વાળા, રાહુલ બાબાની ઘૂસણખોર બચાવો યાત્રાનું સમર્થન કરતા-કરતા તમે પણ સાફ થઈ જશો. pic.twitter.com/cmCzvu9zKF— Amit Shah (@AmitShah) December 11, 2025

ગીતા પાઠ કાર્યક્રમમાં નોનવેજ વેચનારાઓની મારપીટની નિંદા
મમતાએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા ગીતા પાઠ કાર્યક્રમ દરમિયાન નોનવેજ વેચતા બે દુકાનદારો પર થયેલા હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, આ બંગાળ છે, યુપી નથી, અહીં આવી ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં.
મમતાએ ભાજપ પર રાજ્યમાં સાંપ્રદાયિક વિભાજનની સંસ્કૃતિ લાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું- હું સાંપ્રદાયિક વિભાજનમાં વિશ્વાસ કરતી નથી, બધા ધર્મો સાથે ચાલવા માંગુ છું. ગીતા વાંચવા માટે જાહેર સભાની શું જરૂર? જે ભગવાન કે અલ્લાહને પ્રાર્થના કરે છે, તેઓ દિલથી કરે છે. ધર્મ વહેંચવા માટે નહીં, જોડવા માટે છે.
દુકાનદારોનો માલ ફેંકી દીધો
7 ડિસેમ્બરે ‘પાંચ લાખ કંઠે ગીતા પાઠ’ કાર્યક્રમમાં ટોપસિયા (કોલકાતા) અને અરંબાઘ (હુગલી)ના બે વિક્રેતાઓ ચિકન પટ્ટી વેચવા ગયા હતા, જ્યાં કેટલાક યુવકોએ તેમના પર હુમલો કર્યો. આરોપીઓએ તેમનો માલ ફેંકી દીધો અને કાન પકડીને ઊઠક-બેઠક કરાવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
પોલીસે બુધવારે રાત્રે વીડિયો અને પુરાવાના આધારે ત્રણેય આરોપીઓ– સૌમિક ગોલ્ડર (23), સ્વર્ણેન્દુ ચક્રવર્તી (32) અને તરુણ ભટ્ટાચાર્ય (51)ની ધરપકડ કરી.