Mexico Oaxaca Train Derailment Accident; 13 Dead 98 Injured Engine Coaches Overturn PHOTOS | મેક્સિકોમાં ટ્રેન પાટા પરથી ઊતરી, એન્જિન પલટી ગયું: 13નાં મોત, 98 ઘાયલ, 250 મુસાફરો સવાર હતા; મેક્સિકન નેવીની દેખરેખ હેઠળ ચાલતી હતી ટ્રેન
18 મિનિટ પેહલા
- કૉપી લિંક

મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓઆક્સાકામાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જેના પછી ટ્રેનનું એન્જિન પલટી ગયું. ઘણા ડબ્બા પણ પલટી ગયા.
આમાં 13 લોકોનાં મોત થયા છે અને 98 લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન મેક્સિકોના અખાત અને પ્રશાંત મહાસાગરને જોડતા એક નવા રેલમાર્ગ પર ચાલી રહી હતી. આ રેલવે લાઇનનું સંચાલન મેક્સિકન નૌકાદળ કરે છે.
મેક્સિકન નૌકાદળ અનુસાર, ટ્રેનમાં 250 લોકો સવાર હતા, જેમાં 9 ક્રૂ મેમ્બર શામેલ હતા. આ દુર્ઘટના ચિવેલા અને નિજાંડા કસ્બાઓ વચ્ચે એક વળાંક પર થઈ.
ઘાયલોમાંથી 36ને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે પાંચ ઘાયલોની હાલત ગંભીર છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલીને મૃતકોના પરિવારોને મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
દુર્ઘટનાની 5 તસવીરો…

મેક્સિકન નૌકાદળ અનુસાર, ટ્રેનમાં લગભગ 250 લોકો સવાર હતા, જેમાં 241 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થતો હતો.

પ્રભાવિત રેલ લાઇનનું સંચાલન મેક્સિકન નૌકાદળ દ્વારા કરવામાં આવે છે.

પાટા પરથી ઊતર્યા બાદ ટ્રેનનું એન્જિન પલટી ગયું

ઘટનાસ્થળે સરકારી એજન્સીઓએ તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું.

આ ટ્રેન 290 કિલોમીટરનું અંતર કાપે છે.
સરકારી એજન્સીઓ ઘાયલોની મદદ માટે પહોંચી
ઓક્સકા રાજ્યના ગવર્નર સલોમોન જારાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઘણી સરકારી એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને મદદ કરી રહી છે.
મેક્સિકોના એટર્ની જનરલ અર્નેસ્ટિના ગોડોય રામોસે પણ સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન પ્રશાંત મહાસાગરના સાલિના ક્રુઝ બંદરથી એટલાન્ટિક મહાસાગર સુધી લગભગ 290 કિલોમીટરનું અંતર કાપે છે.
રેલ લાઇનનું ઉદ્ઘાટન 2023માં થયું હતું
આ ઇન્ટરોશિયનિક ટ્રેન સેવા 2023 માં તત્કાલીન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ મેક્સિકોના દક્ષિણ ભાગમાં રેલ યાત્રાને પ્રોત્સાહન આપવા અને તેહુઆન્ટેપેક ઇસ્થમસ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓના વિકાસનો એક ભાગ છે.
સરકારની યોજના આ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વ્યૂહાત્મક કોરિડોર બનાવવાની છે, જ્યાં બંદરો અને રેલ લાઈનો દ્વારા બંને મહાસાગરોને જોડી શકાય. આ દુર્ઘટનાથી રેલ સેવા પ્રભાવિત થઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે.