Navi Mumbai Police Deny WPL Security Over Civic Polls | WPLની 3 મેચ દર્શકો વિના રમાશે: નવી મુંબઈમાં નગરપાલિકા ચૂંટણીને કારણે પોલીસે સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો


સ્પોર્ટ્સ ડેસ્ક21 કલાક પેહલા

  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગમાં 14, 15 અને 16 જાન્યુઆરીની મેચ દર્શકો વિના રમાશે. ત્રણેય મુકાબલા નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં યોજાવાના છે. જોકે, BCCIએ તેની સત્તાવાર જાહેરાત કરી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી મુંબઈમાં 15 જાન્યુઆરીએ નગર નિગમની ચૂંટણીઓ યોજાશે, આ કારણે પોલીસે WPL મેચમાં સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો છે. નવી મુંબઈ પોલીસે ચૂંટણીઓ માટે મહારાષ્ટ્રના બાકીના શહેરોમાંથી વધારાના પોલીસ દળની માંગ પણ કરી છે.

ત્રણેય મેચોની ટિકિટ પણ વેચાઈ રહી નથી BCCIએ દર્શકો વિનાની મેચ પર અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, ટિકિટ પાર્ટનર ‘ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો’એ 14, 15 અને 16 જાન્યુઆરીની મેચની ટિકિટની વિગતો પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધી છે. આ દરમિયાન યુપી વોરિયર્ઝને 2 મેચ રમવાની છે. મેચની વિગતો…

  • 14 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરિયર્ઝ
  • 15 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs યુપી વોરિયર્ઝ
  • 16 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
16 જાન્યુઆરીના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

16 જાન્યુઆરીના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

17 જાન્યુઆરીએ દર્શકો પરત ફરશે ચૂંટણીની તારીખ 15 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી, તેના 2 અઠવાડિયા પહેલા WPLનું શેડ્યૂલ રિલીઝ કરવામાં આવ્યું હતું. 3 દિવસના બ્રેક બાદ નવી મુંબઈમાં 17 જાન્યુઆરીથી ફરી દર્શકો પરત ફરશે. આ દિવસે ટુર્નામેન્ટનો બીજો ડબલ હેડર પણ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્ઝ વચ્ચે પ્રથમ મેચ રમાશે. જ્યારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે બીજી મેચ રમાશે.

19 જાન્યુઆરીથી વડોદરામાં મેચ રમાશે WPLમાં 18 જાન્યુઆરી સુધીની તમામ મેચ નવી મુંબઈમાં રમાશે. 19 જાન્યુઆરીથી તમામ મેચ વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાશે. આમાં લીગ સ્ટેજના 9 મેચની સાથે પ્લેઓફ અને ફાઇનલનો પણ સમાવેશ થાય છે. 5 ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *