NCERT Adds Judiciary Corruption Section to Grade 8 Social Science
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ 8મા ધોરણની નવી સોશિયલ સાયન્સની પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર એક વિભાગ શરૂ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે 8મા ધોરણના બાળકો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર શું હોય છે તે વિશે ભણશે.
આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના 81 હજાર, હાઈકોર્ટના 62 લાખ 40 હજાર, જિલ્લા અને સબઓર્ડિનેટ કોર્ટના 4 કરોડ 70 લાખ પેન્ડિંગ કેસની સંખ્યા પણ જણાવવામાં આવી છે.
આ અગાઉની એડિશનની સરખામણીમાં એક મોટો બદલાવ છે. અગાઉના પ્રકરણમાં મોટાભાગે કોર્ટના માળખા અને ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બદલાયેલા પ્રકરણનું નામ ‘આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા’ છે.
આમાં ન્યાય સુધી પહોંચને સમજાવવા કરતાં વધુ જ્યુડિશિયલ સિસ્ટમ સામે આવતા પડકારો જેવા કે ભ્રષ્ટાચાર અને કેસના બેકલોગને દર્શાવવામાં આવ્યા છે.
જાણો નવા સેક્શનમાં જ્યુડિશિયરી સંબંધિત મુદ્દાઓ
- ભ્રષ્ટાચાર સેક્શનમાં જણાવવામાં આવ્યું છે કે જજ આચારસંહિતાથી બંધાયેલા હોય છે જે ફક્ત કોર્ટમાં જ નહીં પરંતુ કોર્ટની બહાર પણ તેમના વર્તનને કન્ટ્રોલ કરે છે.
- જ્યુડિશિયરીની આંતરિક જવાબદારી સિસ્ટમ પણ સમજાવવામાં આવી છે. સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) દ્વારા ફરિયાદો લેવાની નિર્ધારિત પદ્ધતિઓ પણ જણાવવામાં આવી છે.
- પુસ્તક મુજબ CPGRAMS સિસ્ટમ દ્વારા 2017 અને 2021ની વચ્ચે 1,600થી વધુ ફરિયાદો મળી હતી.
- પુસ્તકમાં ગંભીર કેસોમાં જજોને હટાવવાના બંધારણીય નિયમ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે સંસદ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરીને જજને હટાવી શકે છે.
- બાળકો શીખશે કે આવા મોશન પર યોગ્ય તપાસ પછી જ વિચાર કરવામાં આવે છે. આ દરમિયાન જજને કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપવામાં આવે છે.
- પ્રકરણમાં લખ્યું છે કે- લોકો જ્યુડિશિયરીના અલગ-અલગ સ્તરે ભ્રષ્ટાચારનો સામનો કરે છે. ગરીબો અને જરૂરિયાત લોકોની ન્યાય સુધી પહોંચવાની સમસ્યા વધુ વણસી શકે છે.
- એ પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર પારદર્શિતા અને જાહેર વિશ્વાસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આમાં ટેકનોલોજીનો ઉપયોગ અને ભ્રષ્ટાચારના કેસો સામે ઝડપી કાર્યવાહીનો સમાવેશ થાય છે.
પુસ્તકમાં પૂર્વ CJI બીઆર ગવઈનો ઉલ્લેખ શા માટે
પુસ્તકમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ બી.આર. ગવઈનો પણ ઉલ્લેખ છે, જેમણે જુલાઈ 2025માં કહ્યું હતું કે જ્યુડિશિયરીની અંદર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કિસ્સાઓની જાહેર વિશ્વાસ પર ખરાબ અસર પડે છે. તેમણે કહ્યું હતું કે, “જોકે, આ વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવાનો માર્ગ આ મુદ્દાઓને ઉકેલવા માટે લેવાયેલા ઝડપી, નિર્ણાયક અને પારદર્શક પગલાંમાં છે… પારદર્શિતા અને જવાબદારી લોકતાંત્રિક ગુણ છે.”
