New Opportunities for 30-50 Age Group, Rich Nations Benefit Most


નવી દિલ્હી24 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ટેકનોલોજી નથી, તે વિશ્વના વ્યવસાયો, નોકરીઓ અને સમાજને મૂળભૂત રીતે બદલી રહ્યું છે.

BCG-મોલોકોનો રિપોર્ટ જણાવે છે કે ન્યૂઝ, ટ્રાવેલ અને શિક્ષણ જેવા ક્ષેત્રો માટે AI સૌથી મોટો પડકાર છે, કારણ કે ChatGPT જેવા ટૂલ્સ હવે સીધા ગ્રાહક અને બ્રાન્ડ વચ્ચે આવી ગયા છે.

જે કંપનીઓ પોતાનો ડેટા અને ગ્રાહક સંબંધો મજબૂત નહીં કરે, તે આ ટૂલ્સને કારણે પાછળ રહી જશે. મૂડીઝનો રિપોર્ટ કહે છે કે AIથી વિશ્વની ઉત્પાદકતા એટલે કે કામ કરવાની ક્ષમતા વાર્ષિક સરેરાશ 1.5% વધશે.

જોકે, તેમાં ચેતવણી પણ છે કે આ ફાયદો બધાને સરખો નહીં મળે. ધનિક દેશો વધુ ફાયદામાં રહેશે. AIને કારણે મહિલાઓ, યુવાનો અને ઓછું ભણેલા લોકો સૌથી વધુ પ્રભાવિત થશે.

  • ધનિક દેશોમાં AIથી 30% નોકરીઓ સુધરશે. 30% જગ્યા AI લઈ લેશે. 40% પર હાલ ઓછો ખતરો છે. જ્યારે, વિકાસશીલ દેશોમાં 16% નોકરીઓ સુધરશે. 24% રિપ્લેસ થશે. 60% પર ઓછો ખતરો.
  • દર વર્ષે 5%થી વધુ ઓટોમેશન ન થાય, નહીં તો વાર્ષિક 10-20% નોકરીઓ જશે. બેરોજગારી વધશે. સરકાર પર બોજ વધશે, અશાંતિ થશે.

મહિલા-યુવા-વૃદ્ધ પર અસર?

નુકસાન સંભવ

  1. સ્ત્રીઓ: ક્લાર્ક, વહીવટી અને શિક્ષણના કામો વધુ કરે છે, આ જ AI સૌથી પહેલા કરશે.
  2. નવા ગ્રેજ્યુએટ/યુવાનો: એન્ટ્રી લેવલની નોકરીઓ સૌથી પહેલા ખતમ થશે. નવી નોકરી મેળવવી મુશ્કેલ બનશે. અમેરિકામાં આ ટ્રેન્ડ દેખાવા લાગ્યો છે.
  3. વૃદ્ધ કર્મચારીઓ (55+ વર્ષ): નવી ટેકનોલોજી શીખવી મુશ્કેલ. નોકરી જતી રહી તો ફરીથી મેળવવી લગભગ અશક્ય બની જશે.

આમને થશે AIનો ફાયદો

  • ધનિક લોકો… તેમની આવક કામ કરતાં રોકાણથી વધુ હોય છે. AI કંપનીઓના નફામાંથી ફાયદો.
  • 30-50 વર્ષના લોકો… તેમની પાસે અનુભવ અને કૌશલ્ય બંને છે. AI તેમને મદદ કરશે, તેમની જગ્યા નહીં લઈ શકે.
  • વધુ ભણેલા-ગણેલા… STEM, IT, એન્જિનિયરિંગના લોકો. કારણ કે AI તેમનું કામ સુધારવામાં ઘણી મદદ કરશે.

સોર્સ- આ પરિણામો 3 રિપોર્ટ પર આધારિત છે

પહેલી- બીસીજી અને મોલોકોની, જેને 5 દેશોના 238 વરિષ્ઠ માર્કેટિંગ લીડર્સના સર્વેના આધારે બનાવવામાં આવ્યો હતો. આમાં 3200+ એપ્સનો ડેટા અને 200 અબજથી વધુ ડાઉનલોડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

બીજી અને ત્રીજી- મૂડીઝનો રિપોર્ટ. આમાં 106 દેશોનો અભ્યાસ કરીને જણાવવામાં આવ્યું કે AIથી દુનિયાની અર્થવ્યવસ્થા અને નોકરીઓ પર શું અસર પડશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *