NHAI Clean Toilet Challenge, Report Dirty Toilet, Get FASTag Reward, PHOTOS | ટોલ પ્લાઝાના ગંદા ટોઇલેટનો ફોટો મોકલો અને જીતો ₹1000: પૈસા FASTagમાં આવશે; ફક્ત જીઓ-ટેગ કરેલા ફોટા જ માન્ય રહેશે; NHAIની ક્લીન ટોઇલેટ પિક્ચર ચેલેન્જ


નવી દિલ્હી6 કલાક પેહલા

  • કૉપી લિંક

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ તેના ‘સ્પેશિયલ ઝુંબેશ 5.0’ના ભાગ રૂપે ક્લીન ટોઇલેટ પિક્ચર ચેલેન્જ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ ગ્રાહકો NHAI વેબસાઇટ પર કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ પ્લાઝા નજીક ગંદા ટોઇલેટની જાણ કરી શકે છે.

NHAI ફરિયાદની તપાસ કરશે અને જો તે માન્ય જણાશે, તો ફરિયાદીની કાર પર લગાવેલા FASTagમાં ₹1,000 જમા કરશે. આ ઝુંબેશ 31 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે.

ફક્ત જીઓ-ટેગ કરેલા ફોટા જ માન્ય રહેશે

આ પહેલ બધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ યુઝર્સ માટે ખુલ્લી છે. યુઝર્સે ‘રાજમાર્ગયાત્રા’ એપ્લિકેશનનું નવીનતમ અપડેટ ડાઉનલોડ કરવાની અને એપ્લિકેશન દ્વારા ગંદા ટોઇલેટના જીઓ-ટેગ કરેલા ફોટા અપલોડ કરવાની જરૂર પડશે.

ફોટો અપલોડ કર્યા પછી યુઝર્સે પોતાનું નામ, સ્થાન, વાહન નોંધણી નંબર અને મોબાઇલ નંબર જેવી માહિતી આપવાની રહેશે.

ફરિયાદીને FASTag રિચાર્જના રૂપમાં ₹1,000 (એક હજાર રૂપિયા)નું ઇનામ મળશે. આ ઇનામ રજિસ્ટર્ડ FASTagમાં જમા કરવામાં આવશે. આ ઇનામ ટ્રાન્સફર કરી શકાતો નથી કે રોકડમાં રિડીમ કરી શકાતો નથી.

પેટ્રોલ પંપ, ઢાબા અને અન્ય NHAI સેવાઓ હાલમાં યોજનાની બહાર

આ ઝુંબેશ ફક્ત NHAI અધિકારક્ષેત્ર હેઠળના ટોલ પ્લાઝા પર બાંધવામાં આવેલા અને સંચાલિત ટોઇલેટને જ લાગુ પડશે. પેટ્રોલ પંપ, ઢાબા અથવા અન્ય NHAI સેવાઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે.

દરેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ટોલ પ્લાઝા પરના ગંદા ટોઇલેટને દિવસમાં ફક્ત એક જ વાર ઈનામ મળશે, પછી ભલે ગમે તેટલી ફરિયાદો મળી હોય.

જીઓ-ટેગ ફોટો શું છે?

જીઓટેગ ફોટો એ છે જે ફોટાનું સ્થાન, તારીખ અને સમય દર્શાવે છે. તેમાં લોંગિટ્યુડ, લેટિટ્યુડ અને સમુદ્ર સપાટીથી ઊંચાઈ વિશેની માહિતી પણ શામેલ છે.

જીઓ ટેગિંગ ફોટોને GPS ડેટા સાથે જોડે છે જેથી તેનું સ્થાન નકશા પર સરળતાથી જોઈ શકાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *