Pakistan Supports China Claim Arunachal Pradesh; Foreign Ministry Statement Full Support Sovereignty | પાકિસ્તાને ચીનના અરુણાચલ પરના દાવાને સમર્થન આપ્યું: PAK પ્રવક્તાએ કહ્યું- પૂરો સાથ આપીશું; ભારતે કહ્યું- અરુણાચલ અમારો અભિન્ન ભાગ, હકીકત બદલાશે નહીં
ઇસ્લામાબાદ2 દિવસ પેહલા
- કૉપી લિંક

પાકિસ્તાને ફરી એકવાર ચીનના અરુણાચલ પ્રદેશ પરના દાવાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ 5 ડિસેમ્બરે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘ચીનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સંબંધિત દરેક મુદ્દે પાકિસ્તાનનો સતત અને સંપૂર્ણ ટેકો ચીન સાથે છે.’
અંદ્રાબીએ અરુણાચલ પ્રદેશ પર ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનો અંગેના સવાલના જવાબમાં આ વાત કહી હતી.

ચીને 25 નવેમ્બરે અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ઝાંગનાન (અરુણાચલ પ્રદેશ) અમારો ભાગ છે.
તેમણે કહ્યું કે ચીને અરુણાચલ પ્રદેશને ક્યારેય ભારતનો હિસ્સો માન્યો નથી. ચીનનું આ નિવેદન ભારતીય મહિલા પેમ વાંગજોમ થાંગડોક સાથે શાંઘાઈ એરપોર્ટ પર દુર્વ્યવહારના આરોપોના સવાલ પર આવ્યું હતું. ચીને પેમ સાથે દુર્વ્યવહારના આરોપોને પણ નકારી કાઢ્યા હતા.
ચીનના આ નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું-
અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. ચીન ભલે ગમે તેટલો ઇનકાર કરે, સત્ય બદલી શકાતું નથી.

અરુણાચલ પર ચીન પોતાનો દાવો કરે છે
ચીને ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી નથી. તે અરુણાચલને ‘દક્ષિણ તિબેટ’નો હિસ્સો ગણાવે છે.
તેમનો આરોપ છે કે ભારતે તેમના તિબેટીયન વિસ્તાર પર કબજો કરીને તેને અરુણાચલ પ્રદેશ બનાવી દીધો છે. ચીન અરુણાચલના વિસ્તારોના નામ શા માટે બદલે છે, તેનો અંદાજ ત્યાંના એક સંશોધકના નિવેદન પરથી લગાવી શકાય છે.
2015 માં ચાઈનીઝ એકેડમી ઓફ સોશિયલ સાયન્સના સંશોધક ઝાંગ યોંગપાને ગ્લોબલ ટાઈમ્સને કહ્યું હતું કે, ‘જે સ્થળોના નામ બદલવામાં આવ્યા છે તે સેંકડો વર્ષોથી ચીન પાસે છે.
ચીન દ્વારા આ સ્થળોના નામ બદલવા બિલકુલ વાજબી છે. જૂના સમયમાં ઝાંગનાન (ચીનમાં અરુણાચલને આપેલું નામ) ના વિસ્તારોના નામ કેન્દ્રીય અથવા સ્થાનિક સરકારો જ રાખતી હતી.
આ ઉપરાંત વિસ્તારના જાતિગત સમુદાયો જેવા કે તિબેટીયન, લાહોબા, મોનબા પણ પોતાના અનુસાર સ્થળોના નામ બદલતા રહેતા હતા.
જ્યારે ઝાંગનેમ પર ભારતે ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો ત્યારે ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે સ્થળોના નામ પણ બદલ્યા. ઝાંગે એમ પણ કહ્યું હતું કે અરુણાચલના વિસ્તારોના નામ બદલવાનો હક ફક્ત ચીનને હોવો જોઈએ.
ચીને અરુણાચલની મહિલાનો પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો
ચીને અરુણાચલમાં જન્મેલી મહિલાનો પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. ચીની અધિકારીઓએ કહ્યું કે આ રાજ્ય ચીનનો ભાગ છે અને તેમણે ચીની પાસપોર્ટ માટે અરજી કરવી જોઈએ. 21 નવેમ્બરના રોજ બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની મહિલા પેમ વાંગઝોમ થાંગડોક લંડનથી જાપાન જઈ રહી હતી. શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર તેમનો 3 કલાકનો ટ્રાન્ઝિટ હતો.
ચીનના શાંઘાઈ એરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને કલાકો સુધી રોકી રાખ્યા અને હેરાન કર્યા. પેમે આરોપ લગાવ્યો કે ઇમિગ્રેશન કાઉન્ટર પર અધિકારીઓએ તેમનો પાસપોર્ટ ‘અમાન્ય’ ગણાવ્યો અને કહ્યું કે અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે.
તેમની 18 કલાક પૂછપરછ કરવામાં આવી અને તેમની મજાક ઉડાવવામાં આવી. પેમે પીએમ મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને આ અંગે ફરિયાદ પત્ર લખ્યો છે અને આ વર્તનને ભારતની સાર્વભૌમત્વ અને અરુણાચલ પ્રદેશના નાગરિકોનું અપમાન ગણાવ્યું છે. આ પછી ભારતે ચીન સમક્ષ આ મામલે સખત વિરોધ નોંધાવ્યો.