Players arrive in Vadodara Airport for IND vs NZ International One Day Match | વડોદરા એરપોર્ટ પર કોહલીની ઝલક જોવા ચાહકોની પડાપડી: શુભમન ગિલ અને ન્યૂઝીલેન્ડની ટીમ આવી, કોટંબી સ્ટેડિયમમાં 11મીએ ન્યૂઝી.સામે વન-ડે જંગ – Vadodara News


વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી અને રવિવારના રોજ યોજાનારી ભારત ન્યુઝીલેન્ડની પહેલી ઇન્ટરનેશનલ વન-ડે મેચને લઈ આજે 7 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું આગમન થયું છે. ભારતીય ક્રિકેટજગતના સ્ટાર વિરાટ કોહલીને જોવા

.

નિર્ધારિત સમય અનુસાર, ભારતીય ક્રિકેટર અલગ અલગ સમયે વડોદરા એરપોર્ટ પર પહોચી રહ્યા છે. શિડ્યૂલ અનુસાર રોહિત રાણા અને નીતિશ રેડ્ડી, કુલદીપ યાદવ અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું આગમન થઈ ચૂક્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ સહિત ન્યૂઝીલેન્ડની ટીમ વડોદરા એરપોર્ટ પર આવી ગઈ છે. એરપોર્ટ પર ગિલને જોવા જમાવડો જામ્યો હતો. સાંજે અન્ય ખેલાડીઓનું પણ આગમન થશે.

એરપોર્ટ પર આવતાંની સાથે વિરાટ…વિરાટ…..ની બૂમો પડી.

એરપોર્ટ પર આવતાંની સાથે વિરાટ…વિરાટ…..ની બૂમો પડી.

વિરાટ કોહલીને જોવા એરપોર્ટ પર ભારે ભીડ જામી ખેલાડીઓના આગમનને લઈ પ્રશંસકોની ભારે ભીડ એરપોર્ટ પર જોવા મળી હતી. આ ભીડને કંટ્રોલ કરવા ખાનગી બાઉન્સર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર કોહલી આવતાં જ કોહલી કોહલીની બૂમો પાડવા લાગી હતી.

ભીડ જોઈને કોહલીને ખાનગી બાઉન્સર અને પોલીસે ઘેરી લીધો.

ભીડ જોઈને કોહલીને ખાનગી બાઉન્સર અને પોલીસે ઘેરી લીધો.

આ બે હોટલમાં બંને ટીમો રોકાશે વડોદરામાં બંને ટીમ માટે જુદી જુદી હોટલ બુક કરાઈ છે, જેમાં ભારતની ટીમ હયાત હોટલમાં રોકાશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ આઇટીસી વેલકમમાં રોકાશે. જ્યારે મેચ ઓફિશિયલ્સ માટે આઈટીસી વેલકમમાં જ રોકાવાનું આયોજન કરાયું છે.

ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ કોટંબીમાં 3 દિવસ પ્રેક્ટિસ કરશે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 8 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ બપોરે 1.30થી પ્રેક્ટિસ કરશે, જ્યારે ભારત સાંજે 5.30 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરશે. 9 અને 10 જાન્યુઆરીએ પણ બંને ટીમના ખેલાડીઓ 3-3 કલાક સુધી પ્રેક્ટિસ કરશે.

એરપોર્ટ પર ગાડીઓના કાફલા સાથે વિરાટ હોટલ પર જવા રવાના થયો.

એરપોર્ટ પર ગાડીઓના કાફલા સાથે વિરાટ હોટલ પર જવા રવાના થયો.

BCAના 2 હજાર સભ્યોને સ્ટેડિયમના બે કોમ્પ્લિમેન્ટરી પાસ અપાયા બીજી તરફ, BCAના 2 હજાર સભ્યોને સ્ટેડિયમના બે કોમ્પ્લિમેન્ટરી પાસ આપવાનું નક્કી કરાયું હતું. મંગળવારે એલેમ્બિક સંસ્કૃતિ હોલ અને મોતીબાગ મળી સવારે 10.30થી સાંજે 5.30 વાગ્યા સુધી 1200થી વધુ સભ્યને પાસ આપવામાં આવ્યા હતા. સભ્યોને જમવાની કૂપન, પાર્કિંગ પાસ પણ આપવામાં આવ્યાં હતાં.

પાસધારક તમામને કોટંબી સ્ટેડિયમના ગેટ-1થી પ્રવેશ મેળવવા કહેવાયું હતું. જ્યારે મેચના પાસની સગવડ કરવા હજી ઘણા લોકો પોતાના સંપર્ક કામે લગાવી રહ્યા છે, જોકે બીસીએએ પાસનું વેચાણ હવે બંધ કરી દીધું છે અને ઠગોથી દૂર રહેવા અપીલ કરી હતી.

લોકો સ્ટાર ક્રિકેટરોની ઝલક જોવા લાઈનમાં લાગ્યા.

લોકો સ્ટાર ક્રિકેટરોની ઝલક જોવા લાઈનમાં લાગ્યા.

વન-ડે સિરીઝ માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11ઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

એક્સ્ટ્રા: પ્રસિદ્ધ ક્રિષ્ના, યશસ્વી જયસ્વાલ, નીતિશ કુમાર રેડ્ડી, રિષભ પંત (વિકેટકીપર).

ન્યૂઝીલેન્ડની વન-ડે ટીમ માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદી અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ઝેકરી ફોલ્ક્સ, નિક કેલી, જેડન લેનોક્સ, માઈકલ રે, ડેવોન કોનવે, કાઈલ જેમિસન, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ અને વિલ યંગ.

આ પણ વાંચો ટિકિટ બુક કરાવવા ફેક લિંકમાં ન ફસાવા BCAની લોકોને અપીલ વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમાવાની છે. આ મેચને લઈ ટિકિટ બુક કરાવવા માટે ફેક વેબસાઇટની લિંક વાઇરલ થઈ છે, જેને લઈને બરોડા ક્રિકટ એસોસિયેશન દ્વારા ક્રિકેટરસિકોને આવી ફેક લિંક અને વેબસાઇટથી ટિકિટ બુકિંગ ન કરાવવા માટે અપીલ કરાઈ છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *