PoK Protest Pakistan Government, Inflation, Military Excesses | PoKમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન, સેનાના કાફલા પર પથ્થરમારો: પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, પ્રદર્શનકારીઓએ કહ્યું- અમે તમારી મોત છીએ
ઇસ્લામાબાદ2 દિવસ પેહલા
- કૉપી લિંક

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના ત્રણ મુખ્ય શહેરોમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા. PoKની આવામી એક્શન કમિટી (AAC)ની અપીલ બાદ સોમવારે સમગ્ર પ્રદેશમાં દુકાનો, બજારો અને રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકો મોંઘવારી, બેરોજગારી અને પાકિસ્તાની સૈન્યના અતિરેકનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સુરક્ષા દળોના કાફલાઓ પર પથ્થરમારા જેવા બનાવો પણ બન્યા છે.
શનિવારે કોટલીમાં સુરક્ષા દળોએ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે પ્રદર્શનકારીઓએ સેના વિરુદ્ધ “અમે તમારી મોત છીએ” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
PoKમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ…

રવિવારે રાત્રે લોકોએ સરકાર વિરુદ્ધ મશાલ સરઘસ કાઢ્યું.

મોટરસાયકલ પર કૂચ કાઢી રહેલા PoKના નાગરિકો.

કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના સૈનિકોને માર મારવામાં આવ્યો.
સરકારે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી
કોટલી, રાવલકોટ અને મુઝફ્ફરાબાદ જેવા શહેરોમાં હજારો લોકો આઝાદી અને પાકિસ્તાન આર્મી પાછા જાઓ જેવા નારા લગાવી રહ્યા છે. સરકારે વિરોધ પ્રદર્શનોને ડામવા માટે ભારે સુરક્ષા ગોઠવી છે.
AAC નેતા શૌકત નવાઝ મીરે કહ્યું, અમે ફક્ત અમારા અધિકારો માગી રહ્યા છીએ, જે અમને 70 વર્ષથી મળ્યા નથી. હવે સરકારે અમને અમારા અધિકારો આપવા જ જોઈએ.
AACએ સરકાર સમક્ષ 38 માગણીઓ મૂકી, જેમાંથી 3 મુખ્ય…
- પાકિસ્તાનમાં સ્થાયી થયેલા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત 12 વિધાનસભા બેઠકો રદ કરવાની માગ.
- પાવર પ્રોજેક્ટ્સમાં સ્થાનિક લોકોના ફાયદાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.
- લોકો મોંઘવારીથી પરેશાન હોવાથી લોટ અને વીજળીના બિલમાં છૂટની માગ.
PoKમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ
પાકિસ્તાન સરકારે પત્રકારો અને પ્રવાસીઓને PoKમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્થાનિક પત્રકારો પણ આરોપ લગાવી રહ્યા છે કે તેમને તટસ્થ કવરેજ આપતા અટકાવવામાં આવી રહ્યા છે. અનેક માનવાધિકાર સંગઠનો પણ આ મુદ્દા પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.
PoKમાં મધ્યરાત્રિથી ઇન્ટરનેટ બંધ છે, સરકારને ડર છે કે વિરોધ પ્રદર્શનો સ્વતંત્રતાની વ્યાપક માગમાં ફેરવાઈ શકે છે.

આંદોલનકારીએ કહ્યું કે સેનાએ શાંતિપૂર્ણ રેલી પર ગોળીબાર કર્યો.
PoKમાં પહેલા પણ ઘણી વખત વિરોધ પ્રદર્શન થયા
PoKમાં સેના અને સરકાર વિરુદ્ધ અનેક વખત વિરોધ પ્રદર્શનો થયા છે. ગયા વર્ષે મે મહિનામાં લોકોએ સસ્તા લોટ અને વીજળીની માગણી સાથે હડતાળ પાડી હતી. લોકો કહે છે કે PoKમાં મંગલા ડેમ વીજળી ઉત્પન્ન કરે છે છતાં, તેમને હજુ પણ સસ્તી વીજળી મળતી નથી.
તેવી જ રીતે 2023માં લોકો વીજળીના વધતા ભાવ અને ઘઉંની સબસિડી દૂર કરવા સામે વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતર્યા હતા. 2022માં લોકોએ રસ્તાઓ બ્લોક કર્યા હતા અને સરકારી કાયદા સામે સ્વતંત્રતા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.