PSIની 472 જગ્યાઓ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પસંદગી યાદી જાહેર કરાઈ – Gujarat Police Recruitment Board has released the selection list for 472 PSI posts. | ગુજરાતના સમાચાર
Last Updated:
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSIની 472 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં 4.60 લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી લીધી હતી અને લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025ના રોજ યોજાઈ હતી. દસ્તાવેજોની ચકાસણી બાદ 472 ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરનામું ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતીમાં 4.60 લાખથી વધુ ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં શારીરિક કસોટી આપી હતી. તેમાં સફળ થયેલા એક લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025ના રોજ લેવામાં આવી હતી.
પરીક્ષા નિયમો મુજબ, કુલ 1023 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી 5 ફેબ્રુઆરી, 2026થી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા પછી, 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી (Provisional Selection List) તથા 95 ઉમેદવારોની હંગામી પ્રતીક્ષા યાદી (Provisional Waiting List) જાહેર કરવામાં આવી છે. આ યાદી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ભરતી બોર્ડ દ્વારા બતાવવામાં આવ્યું છે કે પસંદ થયેલા ઉમેદવારોને આગળની પ્રક્રિયા અંગે વધુ માહિતી અલગથી આપવામાં આવશે. ઉમેદવારોને તેમની વિગતો અને તાજેતરની માહિતી માટે સત્તાવાર વેબસાઇટ તપાસવાનું સૂચન આપવામાં આવ્યું છે.

Gandhinagar,Gujarat
Feb 23, 2026 10:11 PM IST
