RCB IPL 2026: Home Matches in New Mumbai & Raipur, Not Bengaluru | RCB રાયપુરમાં IPLની 2 મેચ રમશે: ઇન્દોર પણ સ્થળ હોઈ શકે; બેંગલુરુમાં વિક્ટ્રી પરેડમાં 11 લોકોના મોત થયા હતા


સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક
બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ 2008થી RCBનું હોમ ગ્રાઉન્ડ રહ્યું છે. RCBએ IPL-2025માં પહેલીવાર ટ્રોફી જીતી હતી. (ફાઇલ ફોટો) - Divya Bhaskar

બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ 2008થી RCBનું હોમ ગ્રાઉન્ડ રહ્યું છે. RCBએ IPL-2025માં પહેલીવાર ટ્રોફી જીતી હતી. (ફાઇલ ફોટો)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ રાયપુરમાં IPL 2026ની 2 મેચ રમશે. ભાસ્કરના સૂત્રોએ જણાવ્યું છે કે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમને 2 મેચની યજમાની આપવામાં આવી છે.

આ ઉપરાંત, બેંગલુરુ, મુંબઈ અને ઇન્દોર પણ યજમાનીની રેસમાં સામેલ છે. બેંગલુરુમાં પણ બાકીની 5 મેચ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને NOC મળી જાય છે તો મેચ રમાશે.

જો આવું નહીં થાય તો રાયપુરને વધુ 3 મેચ આપવામાં આવશે. બાકીની બે મેચ ઇન્દોરમાં કરાવી શકાય છે. IPLની સીઝનમાં એક ટીમના 14 લીગ મેચ હોય છે. ટીમ તેમાંથી 7 મેચ હોમ ગ્રાઉન્ડમાં રમે છે.

RCBના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ મેનન અને BCCIના સંયુક્ત સચિવ પ્રભતેજ સિંહ ભાટિયાએ CM વિષ્ણુ દેવ સાય સાથે મુલાકાત કરી.

RCBના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ મેનન અને BCCIના સંયુક્ત સચિવ પ્રભતેજ સિંહ ભાટિયાએ CM વિષ્ણુ દેવ સાય સાથે મુલાકાત કરી.

અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં RCBની 5 મેચ નવી મુંબઈ અને 2 મેચ રાયપુરમાં યોજાવાના દાવા કર્યા હતા. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે RCBએ હજુ સુધી કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA)નો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ કરાવવા અંગે કોઈ સંપર્ક કર્યો નથી.

4 જૂને બેંગલુરુમાં RCBના IPL વિક્ટ્રી સેલિબ્રેશન દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ પછી રાજ્ય સરકારે આ સ્ટેડિયમમાં મોટા કાર્યક્રમોને લઈને કડક વલણ અપનાવ્યું. આ જ કારણોસર BCCIને વિજય હઝારે ટ્રોફી અને વુમન્સ વર્લ્ડ કપની કેટલીક મેચ પણ બેંગલુરુની બહાર શિફ્ટ કરવી પડી હતી.

4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBના IPL વિનિંગ સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા હતા.

4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBના IPL વિનિંગ સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા હતા.

RR પુણેમાં રમી શકે છે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે RCBએ હજુ સુધી કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન (KSCA) સાથે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ કરાવવા અંગે કોઈ સંપર્ક કર્યો નથી.

બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પણ તેની ઘરઆંગણાની મેચ આ વખતે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમી શકે છે, જ્યારે ટીમનું હોમ ગ્રાઉન્ડ જયપુર છે. રાજસ્થાનનું હોમ ગ્રાઉન્ડ જયપુર છે.

શું હતો આખો મામલો IPL 2025નો ખિતાબ જીત્યા બાદ RCBએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટ્રોફી સેલિબ્રેશન રાખ્યું હતું, પરંતુ ખરાબ આયોજન અને ભીડ નિયંત્રણના અભાવને કારણે પરિસ્થિતિ વણસી ગઈ. ભાગદોડમાં 11 લોકોના મોત થયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. આ ઘટનાએ માત્ર ટીમ મેનેજમેન્ટને જ નહીં, પરંતુ કર્ણાટક સરકારને પણ કઠેડામાં ઊભી કરી દીધી હતી.

જયપુર સ્ટેડિયમ સુરક્ષિત નથી રોયલ્સે પ્રાઈવેટ કંપની પાસેથી સરવે કરાવ્યો છે. તેમાં સ્ટેડિયમની હાલત ઘણી નાજુક જણાવવામાં આવી છે. સ્ટેડિયમને રિનોવેટ કરાવવાની વાત કહેવામાં આવી છે. કોઈ દુર્ઘટના ન થાય તે માટે રાજસ્થાન રોયલ્સ જયપુરથી મેચ શિફ્ટ કરવા માગે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *