Shahrukh Khan’s IPL team should release Bangladeshi cricketer Mustafizur | શાહરુખ બાંગ્લાદેશના મુસ્તફિઝુરને KKRમાંથી કાઢે: BCCIનો આદેશઃ KKRએ રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાને લઈ વિરોધ


11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

BCCIએ શાહરુખ ખાનની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસાને કારણે તેમને હટાવવાની માગ ઊઠી રહી હતી.

BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં જે ઘટનાક્રમ સામે આવ્યા છે, એને જોતાં BCCIએ IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને તેના એક ખેલાડી બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે, સાથે જ BCCIએ એ પણ કહ્યું છે કે જો ફ્રેન્ચાઇઝી કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડીની માગ કરે છે, તો તેને તેની મંજૂરી આપવામાં આવશે.

બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા વચ્ચે રહેમાનના IPLમાં રમવાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં છેલ્લા 14 દિવસમાં 3 હિંદુની હત્યા કરવામાં આવી છે. IPL 2026ની શરૂઆત 26 માર્ચથી થશે, જ્યારે લીગનો ફાઇનલ મેચ 31 મેના રોજ રમાશે.

રહેમાનના વિરોધમાં કોણે શું કહ્યું?

1. નિરુપમ બોલ્યા- શાહરુખ પોતાની ટીમમાંથી રહેમાનને બહાર કરે

શિવસેનાનેતા સંજય નિરુપમે KKRના માલિક શાહરુખ ખાનને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી હટાવવા અપીલ કરી છે. નિરુપમે કહ્યું- ‘જ્યારે આખો દેશ બાંગ્લાદેશને લઈને ગુસ્સા અને નારાજગીમાં છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ તે બાંગ્લાદેશી ખેલાડીને ટીમમાંથી હટાવી દે.’ તો બીજી તરફ, શિવસેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું- બાંગ્લાદેશી ખેલાડીઓને IPLમાં ભારતીય ધરતી પર રમવાની મંજૂરી ન આપવી જોઈએ.

2. દેવકીનંદન બોલ્યા- શાહરુખ માફી માગે, 9.2 કરોડ પીડિત પરિવારોને આપે

કથાવાચક દેવકીનંદન ઠાકુરે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી રહી છે, તેમનાં ઘરો સળગાવવામાં આવી રહ્યાં છે અને તેમની બહેનો અને દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યો છે. આવી નિર્દય હત્યાઓ જોયા પછી કોઈ આટલું પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે, ખાસ કરીને તે જે પોતાને એક ટીમનો માલિક કહે છે?

તે આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે કે એ જ દેશના ક્રિકેટરને પોતાની ટીમમાં સામેલ કરે? તમે આ દેશનું દેવું કેવી રીતે ચૂકવશો? એક બાંગ્લાદેશી ક્રિકેટરને લાવીને અને તેને આપણી જમીન પર રમાડીને? અમે KKR મેનેજમેન્ટ અને તેમના બોસને કહીશું, આ વાત સમજો અને તે ક્રિકેટરને ટીમમાંથી કાઢી નાખો.

માફી અને પસ્તાવા રૂપે 9.2 કરોડ રૂપિયા જે-તે ક્રિકેટરને આપવામાં આવી રહ્યા છે એ ત્યાં માર્યા ગયેલા હિંદુ બાળકોના પરિવારોને આપવા જોઈએ.

3. ભાજપનેતા સંગીત સોમ બોલ્યા- શાહરુખ ક્યારેક પાકિસ્તાનનું સમર્થન કરે છે તો ક્યારેક બાંગ્લાદેશનું

ભાજપનેતા સંગીત સોમે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓને પસંદ કરી કરીને મારવામાં આવી રહ્યા છે. આવા સમયે ત્યાંના ખેલાડીઓને ખરીદવા, આ તો દેશ સાથે ગદ્દારી થઈ ને. શાહરુખ ખાન જેવા લોકો ગદ્દાર છે. તેઓ ક્યારેક પાકિસ્તાનનું સમર્થન કરે છે તો ક્યારેક બાંગ્લાદેશનું. તેઓ દરેક એ દેશનું સમર્થન કરે છે જે હિંદુઓ પર અત્યાચાર કરે છે. જ્યારે આ ગદ્દાર લોકો નથી જાણતા કે તમને સુપરસ્ટાર ભારતના લોકોએ બનાવ્યા છે.

એક દિવસ પહેલાં બુધવારે સોમે કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાનનો કોઈ ખેલાડી ભારતમાં રમવા ન આવી શકે તો બાંગ્લાદેશનો ખેલાડી ભારતમાં કેવી રીતે રમવા આવશે. આ બિલકુલ ચાલશે નહીં. અમે રમવા નહીં દઈએ.

KKRએ રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

રહેમાનને શાહરુખની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ગયા મહિને અબુધાબીમાં થયેલા IPL મિની ઓક્શનમાં 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLમાં બાંગ્લાદેશનો અત્યારસુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

ગઈ સિઝનમાં રહેમાન 3 મેચ રમ્યો, 4 વિકેટ ઝડપી રહેમાને ગઈ સિઝનમાં દિલ્હી તરફથી 3 મેચ રમ્યો હતો અને 4 વિકેટ લીધી હતી. તેને દિલ્હીએ 6 કરોડ રૂપિયામાં મિચેલ સ્ટાર્કની જગ્યાએ પોતાની સાથે જોડ્યો હતો. સ્ટાર્કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની તૈયારીઓ માટે છેલ્લી લીગ મેચ રમ્યો ન હતો.

આગળ મુસ્તફિઝુર રહેમાન વિશે જાણો…

  • મુસ્તફિઝુર રહેમાન ડાબા હાથનો ઝડપી બોલર છે અને તે કટર્સ અને સ્લોઅર બોલ માટે જાણીતો છે. તેનો જન્મ 6 સપ્ટેમ્બર 1995ના રોજ બાંગ્લાદેશના સાતારખિરામાં થયો હતો.
  • રહેમાને 2015માં ભારત સામેની વન-ડે શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે તે જ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. ત્યાર બાદ તે બાંગ્લાદેશ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યો. મુસ્તફિઝુર IPL, BPL અને અન્ય વિદેશી T20 લીગમાં રમે છે.
  • રહેમાને ઘણી વખત ઈજામાંથી વાપસી કરી. તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં બાંગ્લાદેશની બોલિંગ યુનિટનો મહત્ત્વનો ભાગ છે. તેની સચોટ યોર્કર અને ડેથ ઓવર્સમાં કરકસરભરી બોલિંગ ટીમનો ખાસ હથિયાર માનવામાં આવે છે.

મુસ્તફિઝુરનું ઇન્ટરનેશનલ કરિયર

સપ્ટેમ્બરમાં ભારત બાંગ્લાદેશનો પ્રવાસ કરશે

રહેમાનના IPL રમવા પર વિવાદ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. આ શ્રેણીમાં 3 વન-ડે અને 3 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

શુક્રવારે BCBના ક્રિકેટ ઓપરેશન્સ પ્રભારી શાહરિયાર નફીસે જણાવ્યું હતું કે ભારતીય ટીમ 28 ઓગસ્ટે બાંગ્લાદેશ પહોંચશે. વન-ડે મેચો 1, 3 અને 6 સપ્ટેમ્બર, જ્યારે ટી-20 મેચ 9, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *