Shakira Ahmedabad Concert Update; Pop Star Plans Mega Show Narendra Modi Stadium PHOTOS | કોલ્ડપ્લે પછી હવે શકીરાનો વારો?: ગુજરાત ‘પોપ ક્વીન’નું સ્વાગત કરવા આતુર, 2026માં ‘વાકા વાકા’ પર અમદાવાદીઓને ડોલાવે તેવી શક્યતા
20 મિનિટ પેહલા
- કૉપી લિંક

જો તમે ‘Waka Waka’ અથવા ‘Hips Don’t Lie’ જેવા સોંગ્સના ગાંડા ફેન છો, તો તમારા માટે ખૂબ જ મોટા સમાચાર છે. વર્લ્ડની ટૉપ પોપ સિંગર શકીરા અમદાવાદમાં પોતાના કોન્સર્ટનું પ્લાનિંગ કરી રહી છે. કોલ્ડપ્લેના સુપરહિટ શો પછી હવે શકીરા પણ પોતાના કોન્સર્ટ માટે ભારતના અમદાવાદને પસંદ કરી રહી છે.
આ વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્રિટિશ રોક બેન્ડ ‘કોલ્ડપ્લે’ (Coldplay)ના બે સુપરહિટ શો યોજાયા હતા. આ શોની સફળતા જોઈને હવે શકીરાની મેનેજમેન્ટ ટીમે પણ ગુજરાત સરકાર સાથે રસ દાખવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શકીરાની ટીમ ઇચ્છે છે કે તેઓ 2026માં અમદાવાદમાં એક મેગા કોન્સર્ટ કરે. એક અધિકૃત સૂત્રએ જણાવ્યું છે કે, “ગુજરાત સરકાર આ બાબતમાં દરેક શક્ય મદદ આપવા માટે તૈયાર છે. જોકે, અંતિમ નિર્ણય શકીરાની ટીમે જ લેવાનો છે, પરંતુ તેમની શરૂઆતની પ્રતિક્રિયા ઘણી હકારાત્મક રહી છે.”

શકીરા તેની ‘Las Mujeres Ya No Lloran World Tour’ના ભાગરૂપે ભારતમાં કોન્સર્ટ યોજી શકે છે.
શકીરા અમદાવાદમાં જ કેમ પરફોર્મ કરી શકે છે?
શકીરા અમદાવાદને ત્રણ કારણોસર સિલેક્ટ કરી રહી છે. એક તો સ્ટેડિયમની કેપેસીટી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જ્યાં એકસાથે લાખો ફેન્સ બેસી શકે છે. બીજું, ગુજરાત સરકાર ઈન્ટરનેશનલ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે સુરક્ષા અને લોજિસ્ટિક્સમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. ત્રીજું, હવે બુલેટ ટ્રેન અને વધુ સારી ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સને કારણે ટિયર-2 શહેરોમાંથી પણ લોકો સરળતાથી અહીં પહોંચી શકે છે.

પોપ સિંગર શકીરાની ટીમે ગુજરાત સરકાર સાથે ચર્ચા કરી છે.
આસામ પણ કરી રહ્યું હતું શકીરાને લાવવાની તૈયારી
શકીરાને ભારત લાવવાની રેસમાં માત્ર ગુજરાત જ નથી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ જાહેરાત કરી છે કે તેઓ શકીરાને ગુવાહાટી અથવા દિબ્રુગઢ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે ભારતના અલગ-અલગ રાજ્યો હવે ગ્લોબલ ઈવેન્ટ્સ માટે અંદરોઅંદર સ્પર્ધા કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે શકીરા એક કોલમ્બિયન સિંગર છે જેણે 4 ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે અને ‘વાકા વાકા’ (2010 FIFA વર્લ્ડ કપ) જેવા આઈકોનિક સોંગ્સ આપ્યા છે. તેને વિશ્વભરમાં સ્પેનિશ અને ઇંગ્લિશ મ્યુઝિકને પ્રખ્યાત કરવાનો શ્રેય આપવામાં આવે છે. જોકે આ મામલે હજુ સુધી શકીરા તરફથી કોઈ ઓફિશિયલ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમની ટીમે માત્ર ગુજરાત સરકાર સાથે ચર્ચા શરૂ કરી છે. આ તેના ‘Las Mujeres Ya No Lloran World Tour’નો હિસ્સો હોઈ શકે છે.