Smriti Mandhana; RCB V/s DC WPL 2026 FINAL LIVE Score Jemimah Rodrigues Shafali Verma


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Smriti Mandhana; RCB V S DC WPL 2026 FINAL LIVE Score Jemimah Rodrigues Shafali Verma | Nadine De Klerk Nandini Sharma

સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા

  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની વર્તમાન સીઝનની ફાઈનલ મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. આ મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.

RCB વર્તમાન ચેમ્પિયન છે અને બીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ સતત ચોથી વખત ફાઈનલમાં ઉતરી રહી છે અને ટીમ તેના પ્રથમ ટાઇટલની આતુરતાથી રાહ જોઈ રહી છે. બંને ટીમ આ પહેલા 2024ની ફાઈનલમાં સામસામે આવી હતી, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો.

RCBએ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટૉપ પર રહીને સીધું ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જ્યારે, DCએ એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.

DCએ RCB સામે 66% મેચ જીતી

WPL 2026ની ફાઈનલ મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધી કુલ 9 મુકાબલા રમાઈ ચૂક્યા છે. આમાં દિલ્હી કેપિટલ્સે 6 મેચમાં જીત નોંધાવી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને માત્ર 3 વખત સફળતા મળી છે. વર્તમાન સીઝનના લીગ સ્ટેજમાં બંને ટીમ બે વાર સામસામે આવી હતી, જ્યાં એક મેચમાં RCBએ 8 વિકેટે જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે બાજી મારી હતી.

સ્મૃતિને મળી શકે છે ઓરેન્જ કેપ

RCBની કેપ્ટન સ્મૃતિએ અત્યાર સુધી આ સીઝનમાં 8 મેચમાં 48.33ની સરેરાશથી કુલ 290 રન બનાવ્યા છે અને તે અત્યારે ત્રીજા નંબરે છે. આ લિસ્ટમાં પહેલા સ્થાન પર મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર બિરાજમાન છે, જેણે WPL 2026માં કુલ 342 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં સ્મૃતિએ તેને પાછળ છોડવા માટે ફાઈનલ મેચમાં વધુ 53 રન બનાવવા પડશે. સ્મૃતિ RCBની ટૉપ સ્કોરર છે. બોલિંગમાં નદીન ડી ક્લર્ક ટોચ પર છે.

નંદની પર્પલ કેપની રેસમાં બીજા નંબરે

દિલ્હી કેપિટલ્સની બોલર નંદની શર્મા પર્પલ કેપની રેસમાં બીજા નંબરે છે. ગુજરાત જાયન્ટ્સની સોફી ડિવાઇન 17 વિકેટ સાથે ટૉપ પર છે. નંદનીની અત્યારે 16 વિકેટ છે અને તેણે પ્રથમ સ્થાને પહોંચવા માટે માત્ર 2 વિકેટ વધુ ઝડપવાની છે. નંદની DCની ટૉપ વિકેટ ટેકર છે. બેટિંગમાં લિઝેલ લીએ 9 મેચમાં 283 રન બનાવ્યા છે.

વરસાદની કોઈ શક્યતા નથી

આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં હવામાન ઘણું ગરમ રહેવાની શક્યતા છે. તેજ તડકા સાથે હળવી ધુમ્મસ પણ જોવા મળી શકે છે. મેચ સાંજના સમયે રમાશે. લઘુત્તમ તાપમાન આશરે 21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. સારી વાત એ છે કે વરસાદની કોઈ શક્યતા નથી.

બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), ગ્રેસ હેરિસ, દયાલન હેમલતા, નદીન ડી ક્લર્ક, રિચા ઘોષ (વિકેટકીપર), ગૌતમી નાયક, લિંસી સ્મિથ, શ્રેયાંકા પાટીલ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ અને લૌરેન બેલ.

દિલ્હી કેપિટલ્સ (DC): જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), શેફાલી વર્મા, લિઝેલ લી (વિકેટકીપર), લૌરા વોલ્વાર્ટ, મેરીઝન કેપ, નિકી પ્રસાદ, અલાના કિંગ, મિન્નુ મણી, સ્નેહ રાણા, શ્રી ચારણી અને નંદની શર્મા.

મેચ ક્યાં જોઈ શકાશે?

મેચનું સીધું પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, ઓનલાઇન લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ પર કરવામાં આવશે. આ ઉપરાંત, દિવ્ય ભાસ્કર એપ પર પણ મેચ સાથે જોડાયેલા લાઇવ અપડેટ્સ અને મુખ્ય સમાચાર જોઈ શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *