Smriti Mandhana; RCB Vs MI WPL 2026 LIVE Score Update | Harmanpreet Kaur Richa Ghosh | મુંબઈએ બેંગલુરુને 155 રનનો ટાર્ગેટ આપ્યો: એસ. સજનાએ સૌથી વધુ 45 રન બનાવ્યા, નદીન ડી ક્લાર્કે 4 વિકેટ લીધી
સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે વુમન પ્રીમિયર લીગ (WPL) 2026ની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 155 રનનો ટાર્ગેટ આપ્યો છે. DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં, RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા. એસ સજનાએ સૌથી વધુ 45 રન બનાવીને ટીમને 150 રનની નજીક પહોંચાડી. તેણે નિકોલા કેરી સાથે 49 બોલમાં 82 રનની પાર્ટનરશિપ કરી. ઓપનર જી. કમલિનીએ 32 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 20 રન બનાવ્યા. નદિન ડી ક્લાર્કે 4 વિકેટ લીધી. લોરેન બેલ અને શ્રેયંકા પાટીલે એક-એક વિકેટ લીધી.
લીગની પહેલી મેચમાં વુમન્સ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમની 7 ખેલાડીઓ રમતી જોવા મળશે. જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના એકબીજા વિરુદ્ધ પોતાની ટીમનું નેતૃત્વ કરશે. આ સિવાય વિકેટકીપર રિચા ઘોષ, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર અને ક્રાંતિ ગૌડના નામ સામેલ છે.
મેચ પહેલાં ઓપનિંગ સેરેમનીમાં સિંગર હની સિંહ અને બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝે પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી હતી.
લાઈવ અપડેટ્સ
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇનિંગ્સ બ્રેક: બેંગલુરુને 155 રનનો ટાર્ગેટ
15 મિનિટ પેહલા
- કૉપી લિંક
નદીન ડી ક્લાર્કે અંતિમ ઓવરમાં બે વિકેટ લીધી
મુંબઈની ઇનિંગની અંતિમ ઓવર ફેંકતા, નદીન ડી ક્લાર્કે બે વિકેટ લીધી. એસ. સજના અને નિકોલા કેરીને આઉટ કરી.
25 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેરી-સજના વચ્ચે 50 રનની પાર્ટનરશિપ
કેરી-સજનાએ મુંબઈને 100 રનનો આંકડો પાર કરાવ્યો.
39 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈનો સ્કોર 100 ને પાર
મુંબઈએ 15મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કર્યો. એસ. સજનાએ રાધા યાદવની બોલિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને સ્કોર 100 સુધી પહોંચાડ્યો. નિકોલા કેરીએ 16મી ઓવરના પહેલા બોલ પર એક સિંગલ લઈને સ્કોર 100 ને પાર કરાવ્યો.
40 મિનિટ પેહલા
- કૉપી લિંક
કમલિની 32 રન બનાવીને આઉટ
મુંબઈએ 10મી ઓવરમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી. જી કમલિની 32 રન બનાવીને આઉટ. શ્રેયંકા પાટીલે તેને બોલ્ડ કરી.
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈએ 50 રનનો સ્કોર પાર કર્યો, હરમનપ્રીત ક્રીઝ પર
મુંબઈએ 9મી ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો. લોરેન બેલની વાઈડ ડિલિવરીએ ટીમનો 50મો રન પૂરો કર્યો. કેપ્ટન હરમનપ્રીત કૌર અણનમ.
46 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈએ બીજી વિકેટ ગુમાવી, નેટ સિવર-બ્રન્ટ આઉટ
મુંબઈએ 7મી ઓવરના બીજા બોલ પર બીજી વિકેટ ગુમાવી. નેટ સિવર-બ્રન્ટ 4 રન બનાવીને આઉટ થઈ. તેણે નદીન ડી ક્લાર્કના બોલ પર વિકેટકીપર રિચા ઘોષ દ્વારા સ્ટમ્પ આઉટ કરવામાં આવી.
02:38 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
મુંબઈની ખરાબ શરૂઆત, પાવરપ્લેનો સ્કોર 34/1
WPLની પહેલી મેચમાં પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂઆત ઠીકઠાક રહી હતી. ટીમમાંથી અમિલીયા કેરે પહેલી ઓવર મેડન રમી હતી. RCBની લૌરેન બેલે તેને જ આઉટ કરી હતી.ય પાવરપ્લેમાં મુંબઈનો સ્કોર 34/1 રહ્યો હતો. ટીમ તરફથી જી. કમિલીની અને નેટ સીવર બ્રન્ટ ક્રિઝ પર છે.
02:36 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
મુંબઈની પહેલી વિકેટ પડી, અમીલિયા કેર આઉટ
પાંચમી ઓવરમાં મુંબઈએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં અમીલિયા કેર 15 બોલમાં માત્ર 4 રન બનાવીને આઉટ થઈ હતી. તેને લૌરેન બેલે અરુંધતી રેડ્ડીના હાથે કેચ કરાવી હતી.
02:27 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
કમલિનીએ બે ચોગ્ગા ફટકાર્યા
મુંબઈની ઇનિંગની બીજી ઓવરમાં જી. કમલિનીએ બે ચોગ્ગા ફટકાર્યા. તેણે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ છેલ્લા બોલને પણ બાઉન્ડરીની બહાર પહોંચાડ્યો હતો. લેન્સી સ્મિથની આ ઓવરમાંથી 10 રન આવ્યા.
02:19 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
પહેલી ઓવર મેડન રહી
બેંગલુરુની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પ્રથમ ઓવર લૌરેન બેલને આપી છે. બેલે આ ઓવરમાં એક પણ રન આપ્યો નથી. મુંબઈની ઓપનર અમીલિયા કેરે તમામ બોલ ડોટ રમી હતી.
02:08 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
સિંગર હની સિંહે પરફોર્મ કર્યું
01:54 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝે ડાન્સ કર્યો
01:50 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
ઓપનિંગ સેરેમનીમાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી
01:45 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
બન્ને ટીમની પ્લેઇંગ-11
01:45 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
RCBએ ટૉસ જીતીને બોલિંગ લીધી
RCBએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમનું નેતૃત્વ સ્મૃતિ મંધાના કરી રહી છે, જ્યારે મુંબઈની કમાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના હાથમાં છે.
01:43 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
અત્યાર સુધીના ચેમ્પિયન્સ
WPLની અત્યાર સુધી 3 સીઝન થઈ ચૂકી છે. 2 વાર મુંબઈએ ખિતાબ જીત્યો. જ્યારે, એક વાર બેંગલુરુ પણ ચેમ્પિયન બની. દિલ્હી કેપિટલ્સ ત્રણેય સીઝનમાં ફાઈનલ સુધી પહોંચી, પરંતુ રનર-અપ જ રહી.

01:43 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
હેડ ટુ હેડ: મુંબઈ ઈન્ડિયન્સ એક મેચ વધુ જીતી
WPLમાં MI અને RCB વચ્ચે અત્યાર સુધી કુલ 7 મેચ રમાઈ છે. જેમાંથી 4 મેચ મુંબઈ ઈન્ડિયન્સે જીતી, જ્યારે 3 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીત મળી.

01:42 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
સિવર-બ્રન્ટ ટૉપ સ્કોરર, મેથ્યુઝના નામે સૌથી વધુ વિકેટ
મુંબઈની નેટ સિવર-બ્રન્ટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે 29 મેચમાં 1027 રન છે. જ્યારે, હેલી મેથ્યુઝે સૌથી વધુ વિકેટ લીધી છે. તેના નામે 29 મેચમાં 41 વિકેટ છે.

01:42 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
બેંગલુરુ તરફથી સૌથી વધુ રન મંધાનાએ બનાવ્યા
બેંગલુરુ તરફથી સૌથી વધુ રન કેપ્ટન સ્મૃતિ મંધાનાએ બનાવ્યા છે. તેના નામે 26 મેચમાં 646 રન છે. મંધાના 128.68ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. જ્યારે, શ્રેયંકા પાટીલે RCB તરફથી સૌથી વધુ વિકેટ લીધી છે.

01:41 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
RCBને પેરીની ખોટ પડશે
મેગા ઓક્શન પહેલાં RCBએ રિટેન કરેલી એલિસ પેરી અંગત કારણોસર ટુર્નામેન્ટ રમી શકશે નહીં. પેરી ટીમની ટૉપ રન સ્કોરર અને ચોથી ટૉપ વિકેટ ટેકર છે. પેરીના રિપ્લેસમેન્ટ તરીકે ટીમે સયાલી સતઘરેને પસંદ કરી, પરંતુ તેનું પ્લેઇંગ-11માં સામેલ થવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.
01:41 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
પીચ રિપોર્ટ: ટૉસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરશે
ડીવાય પાટીલ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સને માટે મદદરૂપ માનવામાં આવે છે. અહીં ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં થોડી મદદ મળી શકે છે, પરંતુ બાદમાં રન બનાવવા સરળ બની જાય છે. આવી સ્થિતિમાં, ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
01:41 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
વરસાદની કોઈ શક્યતા નથી
નવી મુંબઈના આકાશમાં હળવા વાદળો છવાયેલા રહેશે. જોકે, વરસાદની કોઈ શક્યતા નથી. અહીં શુક્રવારનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.
01:39 PM9 જાન્યુઆરી 2026
- કૉપી લિંક
મેચ ક્યાં જોઈ શકાશે?
WPLનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્ક પર થશે. મુકાબલાઓની ઓનલાઈન સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ પર થશે.