અમેરિકામાં સસ્તી દવાઓ માટે ટ્રમ્પ વેબસાઇટ લોન્ચ કરશે:800% સુધી ખર્ચ ઘટશે; 16 કંપનીઓ સાથે કરાર, બદલામાં 3 વર્ષની ટેરિફ છૂટ આપી
ટ્રમ્પ વહીવટીતંત્ર આ મહિને ‘ટ્રમ્પ Rx’ નામની એક નવી સરકારી વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા દર્દીઓ દવા કંપનીઓ પાસેથી સીધા ઓછા ભાવે દવાઓ ખરીદી શકશે. વહીવટીતંત્રનો દાવો છે કે આ પહેલથી અમેરિકામાં લોકોના દવા ખર્ચમાં 800% સુધીનો ઘટાડો થશે. અમેરિકન રેડિયો NPRના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધી…