ટ્રમ્પની ઇચ્છા આખરે પૂરી થઈ….મળી ગયો નોબેલ:વેનેઝુએલાના નેતાએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો, કહ્યું- અમને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સાથે મુલાકાત કરી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યા પછી આ તેમની કોઈપણ વેનેઝુએલાના નેતા સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. મુલાકાત પછી મચાડોએ કહ્યું કે તેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ ભેટ કર્યો છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આજે આપણે વેનેઝુએલાવાસીઓ…