વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ-નેતન્યાહુની મુલાકાત:અમેરિકાનો ઈરાન સાથે પરમાણુ કરાર વાટાઘાટો ચાલુ રાખવા પર ભાર, ઓપરેશન મિડનાઇટ હેમરનો ઉલ્લેખ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની બુધવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ. આ બેઠક લગભગ 2 કલાક સુધી બંધ રૂમમાં ચાલી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું – મેં નેતન્યાહુને સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકાએ ઇરાન સાથે પરમાણુ કરાર પર વાતચીત ચાલુ રાખવી જોઈએ. તેમણે લખ્યું કે બેઠક ખૂબ સારી રહી,…