વિડિયો ગેમ્સથી બાળકોને આતંકવાદી બનાવવામાં આવી રહ્યા છે:અમેરિકામાં 42% કેસોમાં સગીરો સામેલ, યુરોપમાં 20 થી 30% કેસમાં 12-13 વર્ષના બાળકો
માઇનક્રાફ્ટ અને રોબ્લોક્સ જેવી લોકપ્રિય વીડિયો ગેમ્સ હવે બાળકોને આતંકવાદી સંગઠનો અને નફરત ફેલાવતા જૂથોમાં ભરતી કરવાનું માધ્યમ બની રહી છે. યુનાઇટેડ નેશન્સની કાઉન્ટર-ટેરરિઝમ કમિટી અનુસાર, યુરોપ અને નોર્થ અમેરિકામાં આતંકવાદ સંબંધિત કેસોમાં હવે 42% આરોપી સગીર છે. 2021ની સરખામણીમાં આ આંકડો ત્રણ ગણો વધ્યો છે. નેધરલેન્ડ્સના હેગ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કાઉન્ટર-ટેરરિઝમ અનુસાર, યુરોપમાં…