પાકિસ્તાની રક્ષા મંત્રી બોલ્યા- મુનીર મારા બોસ નથી:સેના હવે સરકાર ચલાવતી નથી; ભૂતકાળમાં દખલ હતી, હવે સિસ્ટમ અલગ છે

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ફિલ્ડ માર્શલ આસિમ મુનીર તેમના બોસ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના બોસ વડાપ્રધાન શાહબાઝ શરીફ છે. 18 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ 24 ઇંગ્લિશને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું આસિમ મુનીર જ પાકિસ્તાનની સરકાર ચલાવી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભૂતકાળમાં સેનાએ શાસન સંભાળ્યું હતું. આસિફે…

Read More

ટ્રમ્પે દુનિયાભરના દેશો પર 10% વધારાનો ટેરિફ લગાવ્યો:કહ્યું- જજ દેશ માટે કલંક છે; 3 કલાક પહેલા જ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યા હતા

અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફ રદ કરવાના નિર્ણયના ૩ કલાકની અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે સેક્શન 122 નો હવાલો આપીને તમામ દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિયમ હેઠળ મહત્તમ 15% સુધી ગ્લોબલ ટેરિફ લગાવી શકાય છે, પરંતુ માત્ર 150 દિવસ માટે. તેનો ઉપયોગ મોટા વેપાર ખાધ…

Read More

ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સન્માન જરૂરી:ટ્રમ્પે પ્રાઇવેટ મેસેજ લીક કર્યા હતા, આના પર મેક્રોને કહ્યું- યોગ્ય રીતે અસંમતિ વ્યક્ત કરો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે દેશો વચ્ચેના સંબંધોમાં સન્માન ખૂબ જ જરૂરી હોય છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને નેતાઓ વચ્ચે થયેલા પ્રાઇવેટ મેસેજ લીક કરી દીધા. ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મેક્રોને ભારતીય પોડકાસ્ટર રાજ શમાણીના શોમાં આ વાત કહી. તેમને પૂછવામાં આવ્યું કે…

Read More

ટ્રમ્પ બોલ્યા, મેં ભારત-પાકને 200% ટેરિફની ચેતવણી આપી:ત્યારે લડાઈ રોકવા માટે સહમત થયા, સંઘર્ષમાં 11 ફાઈટર જેટ્સ તૂટ્યા હતા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વોશિંગ્ટનમાં ‘બોર્ડ ઓફ પીસ’ કાર્યક્રમમાં ફરીથી ભારત-પાકિસ્તાન સંઘર્ષ રોકાવવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે મેં દેશો પર 200% ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. આ પછી તેઓ સંઘર્ષ રોકવા માટે સંમત થયા. ટ્રમ્પે કહ્યું કે તે સમયે બંને દેશો વચ્ચે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, લડાઈ તેજ બની ગઈ હતી અને…

Read More

બ્રિટનમાં કિંગના ભાઈ એન્ડ્રુની જન્મદિવસે ધરપકડ:એપસ્ટીન કેસમાં નામ સામે આવ્યું હતું, 17 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ; શાહી ઘર પણ છીનવી લેવાયું

બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુની જન્મદિવસે જ ધરપકડ કરવામાં આવી છે. જાહેર પદ પર રહેતા ગેરવર્તણૂકની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, ગુરુવારે સવારે 8 વાગ્યે ઘરેથી તેમને પકડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ તેમને ધરપકડ કરવા માટે સાદાં કપડાંમાં પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તમામ તથ્યોની સંપૂર્ણ તપાસ કર્યા પછી ઔપચારિક…

Read More

તારિક રહેમાને કહ્યું- ભારત સાથેના સંબંધોમાં બાંગ્લાદેશનું હિત જરૂરી:ચીન વિકાસમાં સહયોગી, શેખ હસીનાની વાપસી પર બોલ્યા- કાયદો પોતાનું કામ કરશે

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં જીત બાદ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ તારિક રહેમાને શનિવારે પહેલીવાર મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ભારત-બાંગ્લાદેશ સંબંધો સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે અમે બાંગ્લાદેશના હિતોને સૌથી ઉપર રાખીશું. રહેમાને એમ પણ કહ્યું કે ચીન બાંગ્લાદેશના વિકાસમાં સહયોગી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં બાંગ્લાદેશ અને ચીન સાથે…

Read More

અમેરિકાનો બીજો જંગી કાફલો મિડલ ઈસ્ટ રવાના:આ દુનિયાનું સૌથી મોટું કેરિયર એરક્રાફ્ટ; વેનેઝુએલામાં ઓપરેશનમાં સામેલ હતું

અમેરિકા મિડલ ઇસ્ટમાં તેની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. અમેરિકા હવે તેનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ ત્યાં મોકલી રહ્યું છે. આ એક ન્યુક્લિયર-પાવર્ડ કેરિયર એરક્રાફ્ટ છે. રોઇટર્સને બે અમેરિકી અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અધિકારીના…

Read More

દાવો- કિમ જોંગે 13 વર્ષની પુત્રીને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી:બીજિંગ પ્રવાસે પિતા સાથે જોવા મળી હતી; જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાની 13 વર્ષની દીકરી કિમ જૂ એને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ગુરુવારે સાંસદોને આપેલી માહિતીમાં આ દાવો કર્યો હતો. દક્ષિણ કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ (NIS)એ જણાવ્યું કે કિમ જૂ એની સતત વધતી જાહેર ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આકલન કરવામાં આવ્યું છે. NIS એ…

Read More

અમેરિકાએ ઇન્ડિયન મેપવાળી પોસ્ટ હટાવી:PoK-અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો બતાવ્યો હતો; ટ્રેડ ડીલ પછી શેર કર્યો હતો

અમેરિકાએ બુધવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) ને ભારતનો હિસ્સો દર્શાવતી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) એ 7 ફેબ્રુઆરીએ ભારત-અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ એગ્રીમેન્ટ પછી કરવામાં આવેલી પોસ્ટમાં ભારતનો નકશો શેર કર્યો હતો. જાહેર થયા બાદ આ નકશો ચર્ચામાં આવ્યો હતો. અત્યાર સુધી અમેરિકી…

Read More

'લાંબી, ગોરી સ્વિડીશ યુવતી એરેન્જ કરો..':જેફરી એપસ્ટીન અને અંબાણીની ચેટ સામે આવી; મિટિંગને 'મજેદાર' બનાવવા બંને મેનહટનમાં મળ્યા હતા

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા યૌન ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોમાંથી અનિલ અંબાણી સંબંધિત નવા ખુલાસા સામે આવ્યા છે. આ દસ્તાવેજો 2017 અને 2019 દરમિયાન એપસ્ટીન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચેની વાતચીત સંબંધિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વાતચીતમાં બિઝનેસ, વૈશ્વિક બાબતો અને મહિલાઓ અંગેનો સમાવેશ છે. 9 માર્ચ, 2017ના રોજ થયેલી વાતચીત દરમિયાન, અનિલે એપસ્ટીનને…

Read More