પાકિસ્તાની PM બોલ્યા- કાશ્મીર PAKનો હિસ્સો બનશે:કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઊભા છીએ, આ વિસ્તાર પાકિસ્તાનની લાઇફલાઇન છે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે PoKમાં કાશ્મીરને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મુઝફ્ફરાબાદમાં વિધાનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, ‘કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે.’ શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓની સાથે મજબૂતીથી ઊભું છે અને જમ્મુ-કાશ્મીર વિવાદનો ઉકેલ કાશ્મીરના લોકોની ઈચ્છા મુજબ થવો જોઈએ. શાહબાઝે કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના…