Team India Squad for NZ ODI Series: Shubman Gill to Lead, Shreyas Iyer Returns | વનડે સિરીઝમાં શું હશે ભારતની પ્લેઇંગ-11: ટોપ ઓર્ડર નક્કી, શ્રેયસની ફિટનેસથી નંબર-4ની સમસ્યા વધી; ઓલરાઉન્ડર્સની જગ્યા પણ નક્કી નથી


સ્પોર્ટ્સ ડેસ્ક23 મિનિટ પેહલા

  • કૉપી લિંક
કોણ બહાર બેસશે? - Divya Bhaskar

કોણ બહાર બેસશે?

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. કેપ્ટન શુભમન ગિલની સાથે વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ ટીમમાં વાપસી કરી છે. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ સ્ક્વોડમાં તક આપવામાં આવી છે. શ્રેયસને હજુ સુધી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી, તેથી તેનું પ્લેઇંગ-11માં સામેલ થવું પણ મુશ્કેલ છે.

સ્ટોરીમાં ભારતની સંભવિત પ્લેઇંગ-11

બેટિંગનો ટોપ ઓર્ડર નક્કી

કેપ્ટન શુભમન ગિલની વાપસીથી ભારતનો ટોપ ઓર્ડર ફરી એકવાર નક્કી થઈ ગયો છે. ગિલ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. જ્યારે વનડે ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર વિરાટ કોહલી નંબર-3 પર બેટિંગ કરશે. કોહલીએ વનડેની છેલ્લી 4 ઇનિંગ્સમાં દરેક વખતે 50 પ્લસ રન બનાવ્યા છે. જેમાં 2 સદી પણ સામેલ છે.

સંગાકારાનો રેકોર્ડ તોડી શકે છે વિરાટ

વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટનો બીજો ટોપ સ્કોરર બનવાની નજીક છે. તેના નામે 556 મેચોમાં 27,975 રન છે. 25 રન બનાવતા જ તે 28 હજાર રન બનાવનાર ત્રીજો ખેલાડી બની જશે. જ્યારે 42 રન બનાવતા જ તે બીજો ટોપ સ્કોરર શ્રીલંકાનો કુમાર સંગાકારાને પણ પાછળ છોડી દેશે.

વિરાટ સિરીઝમાં 443 રન બનાવીને વનડેમાં પોતાના 15 હજાર રન પણ પૂરા કરી શકે છે. તે આવું કરનાર બીજો જ ખેલાડી બનશે. સચિન તેંડુલકર આ ફોર્મેટમાં 49 સદી ફટકારીને 18426 રન બનાવી ચૂક્યો છે. વિરાટ સિરીઝમાં 3 વધુ સદી ફટકારતા જ લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની જશે. અહીં પણ સચિન 60 સદી સાથે ટોચ પર છે. વિરાટના નામે 58 સદી છે.

શ્રેયસની ફિટનેસ પર નંબર-4 પોઝિશન નિર્ભર

વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરને ટીમમાં તો સામેલ કરી લેવામાં આવ્યો છે, પરંતુ તેનું પ્લેઇંગ-11માં રમવું ફિટનેસ પર નિર્ભર કરે છે. જો તે ફિટ થઈ ગયો તો તમામ મેચ રમશે, પરંતુ અનફિટ રહ્યો તો તેની જગ્યાએ વિકેટકીપર રિષભ પંત પણ નંબર-4 પોઝિશન પર બેટિંગ કરી શકે છે. તેના નામે 31 વનડેમાં 1 સદી અને 5 ફિફ્ટી છે. જ્યારે શ્રેયસ 3000 વનડે રનથી 83 રન જ દૂર છે.

ફિનિશર્સની પોઝિશન મજબૂત નથી

વિકેટકીપર કેએલ રાહુલ 5 કે 6 નંબરની પોઝિશન સંભાળતો જોવા મળશે. ફિનિશ કરવા માટે તેને વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજાનો સાથ મળશે. જાડેજા અને સુંદર બંને આ પોઝિશન પર વધુ મજબૂત નથી, બંને મિડલ ઓવર્સમાં તો બેટિંગ કરી લે છે, પરંતુ મોટા-મોટા શોટ્સ રમવામાં નબળા છે.

ટીમમાં પેસ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે નીતિશ રેડ્ડી સામેલ છે. સુંદર કે જાડેજામાંથી કોઈ એકને બેસાડીને નીતિશને પણ પ્લેઈંગ-11માં સામેલ કરી શકાય છે. તે લોઅર ઓર્ડરમાં મોટા-મોટા શોટ્સ રમવાની સાથે મીડિયમ પેસ બોલિંગ પણ કરી લે છે.

કુલદીપ એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર ​​હશે

જાડેજા અને સુંદર ઉપરાંત, સ્પિનર ​​કુલદીપ યાદવ પણ ટીમમાં હાજર છે. કુલદીપ ત્રણેય મેચ રમતા જોવા મળશે અને તે જ ટીમનો એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર ​​છે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી સિરીઝમાં કુલદીપે 3 મેચમાં 9 વિકેટ લીધી હતી. તે પોતાની લેફ્ટ આર્મ લેગ સ્પિનથી કીવી બેટ્સમેનોની મુશ્કેલીઓ વધારી શકે છે.

પ્રસિદ્ધ કે સિરાજમાંથી કોઈ એક જ રમશે

3 ફાસ્ટ બોલરો પ્લેઇંગ-11નો ભાગ રહી શકે છે. ટીમમાં અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્નાની સાથે મોહમ્મદ સિરાજ પણ હાજર છે. સિરાજે છેલ્લી સિરીઝ રમી ન હતી, પરંતુ તે પ્લેઇંગ-11નો ભાગ બની શકે છે. તેને પ્રસિદ્ધની જગ્યાએ રમાડી શકાય છે, જેણે સાઉથ આફ્રિકા સામે ઘણા રન આપ્યા હતા. સિરાજ વનડેનો નંબર-1 બોલર રહી ચૂક્યો છે અને નવી બોલથી શાનદાર સ્વિંગ બોલિંગ કરે છે.

સિરાજનો સાથ આપવા માટે હર્ષિત અને અર્શદીપ પણ પ્લેઇંગ-11માં રહેશે. બંને ટી-20 વર્લ્ડ કપની ટીમનો પણ ભાગ છે અને વનડે પછી ટી-20 સિરીઝ પણ રમશે. હર્ષિતે સાઉથ આફ્રિકા સામે નવા બોલથી બોલિંગ કરીને પ્રભાવિત કર્યા હતા. જ્યારે અર્શદીપે છેલ્લી સિરીઝમાં 5 વિકેટ લીધી હતી.

11 થી 18 જાન્યુઆરી સુધી ભારત 3 વનડે રમશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વનડેની સિરીઝ 11 થી 18 જાન્યુઆરી સુધી રમાશે. વડોદરા, રાજકોટ અને ઇન્દોરમાં ત્રણેય મેચ રમાશે. BCCIએ T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત વનડે પહેલા જ કરી દીધી હતી. 5 T-20 મેચ 21 થી 31 જાન્યુઆરી સુધી રમાશે.

વનડે સિરીઝ માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11 શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

એક્સ્ટ્રા: પ્રસિદ્ધ ક્રિષ્ના, યશસ્વી જયસ્વાલ, નીતિશ કુમાર રેડ્ડી, રિષભ પંત (વિકેટકીપર).

ન્યૂઝીલેન્ડની વનડે ટીમ માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), આદી અશોક, ક્રિશ્ચિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ઝેકરી ફોલ્ક્સ, નિક કેલી, જેડન લેનોક્સ, માઈકલ રે, ડેવોન કોનવે, કાઈલ જેમિસન, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ અને વિલ યંગ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *