Thailand Train Accident: Crane Collapse Kills 22 | Nakhon Ratchasima | થાઇલેન્ડમાં ટ્રેન પર 65 ફૂટ ઉપરથી વિશાળકાય ક્રેન પડી: 22નાં મોત, 80 ઘાયલ, અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા; મોટાભાગના મુસાફરો સ્કૂલના વિદ્યાર્થીઓ


થાઈલેન્ડ2 કલાક પેહલા

  • કૉપી લિંક

બુધવારે થાઇલેન્ડમાં પુરપાટ ઝડપે દોડતી પેસેન્જર ટ્રેન પર રેલવે પુલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ક્રેન પડી હતી. ક્રેન આશરે 65 ફૂટની ઊંચાઈ પરથી ટ્રેન પર પડી, જેના કારણે અનેક ડબ્બાઓને ભારે નુકસાન થયું.

આ દુર્ઘટના બુધવારે સવારે લગભગ 9:05 વાગ્યે બેંગકોકથી 230 કિલોમીટર (143 માઇલ) ઉત્તર-પૂર્વમાં આવેલા નાખોન રત્ચાસિમા પ્રાંતમાં થઈ. બીબીસી મુજબ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે, 80 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

અકસ્માત સમયે ટ્રેનમાં 195 લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના મુસાફરો સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. અહેવાલો દર્શાવે છે કે ક્રેન તૂટી પડવાને કારણે ડ્રાઇવરને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો. ટક્કર બાદ ક્રેનનો કાટમાળ કોચ પર પડ્યો, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા. કોચ પાટા પરથી ઉતરતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ.

અધિકારીઓ અનુસાર કોચમાં મોટાભાગના મુસાફરો શાળાના વિદ્યાર્થીઓ હતા. ઘણા મુસાફરો ડબ્બાઓમાં ફસાયેલા હતા, જેમને કટિંગ અને સ્પ્રેડિંગ સાધનોની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અકસ્માતની તસવીરો…

બુધવારે થાઇલેન્ડમાં રેલવે પુલમાં ઉપયોગમાં લેવાતી ક્રેન 65 ફૂટની ઊંચાઈથી પેસેન્જર ટ્રેન પર પડી ગઈ.

બુધવારે થાઇલેન્ડમાં રેલવે પુલમાં ઉપયોગમાં લેવાતી ક્રેન 65 ફૂટની ઊંચાઈથી પેસેન્જર ટ્રેન પર પડી ગઈ.

થાઈલેન્ડમાં બુધવારે પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ.

થાઈલેન્ડમાં બુધવારે પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ.

ટ્રેન તેજ ગતિથી ચાલી રહી હતી ત્યારે તેના પર એક ક્રેન પડી, જેના કારણે આ અકસ્માત થયો.

ટ્રેન તેજ ગતિથી ચાલી રહી હતી ત્યારે તેના પર એક ક્રેન પડી, જેના કારણે આ અકસ્માત થયો.

ટ્રેનમાં મોટાભાગના મુસાફરો શાળાના વિદ્યાર્થીઓ હતા. અકસ્માતમાં 40 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

ટ્રેનમાં મોટાભાગના મુસાફરો શાળાના વિદ્યાર્થીઓ હતા. અકસ્માતમાં 40 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

ટ્રેન પાટા પરથી ઉતરતા જ તેના ડબ્બામાં આગ લાગી ગઈ.

ટ્રેન પાટા પરથી ઉતરતા જ તેના ડબ્બામાં આગ લાગી ગઈ.

બચાવ દળ ઘાયલ યાત્રીઓને બહાર કાઢીને તેમને નજીકની હોસ્પિટલોમાં પહોંચાડી રહ્યું છે.

બચાવ દળ ઘાયલ યાત્રીઓને બહાર કાઢીને તેમને નજીકની હોસ્પિટલોમાં પહોંચાડી રહ્યું છે.

બચાવ દળે અત્યાર સુધીમાં 12 મૃતદેહો શોધી કાઢ્યા

ન્યૂઝ વેબસાઇટ ‘નેશન થાઇલેન્ડ’ અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનના કાચ તૂટી ગયા અને ટ્રેનને નુકસાન થયું.

ઘટનાના થોડા સમય પછી બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી. બચાવ દળે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળી આવ્યા છે. પ્રશાસન અને રેલવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે ક્રેન શા માટે પડી અને સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં.

સ્થાનિક લોકો અને પરિવારો આ દુઃખદ ઘટનાથી આઘાતમાં છે. મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટ્રેનના ડબ્બાના બે ટુકડા થઈ ગયા

ઘટનાસ્થળે હાજર સ્થાનિક રહેવાસીઓએ AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેમણે એક મોટો ધડાકો સાંભળ્યો, ત્યારબાદ બે વિસ્ફોટ થયા.

સ્થાનિક રહેવાસીએ કહ્યું- જ્યારે હું શું થયું તે જોવા ગયો, ત્યારે મેં ક્રેન એક પેસેન્જર ટ્રેન પર પડેલી જોઈ. ક્રેનમાંથી મેટલનો એક ટુકડો ટ્રેનની વચ્ચે અથડાયો અને તેના બે ટુકડા થઈ ગયા.



Source link