Trump said – necessary for national security, danger from Russian-Chinese ships present there; Danish PM said – absurd talk | ટ્રમ્પને હવે ગ્રીનલેન્ડ જોઈએ: US રાષ્ટ્રપતિ કહ્યું-રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી, ત્યાં હાજર રશિયન-ચીની જહાજોથી જોખમ; ડેનમાર્કના PM બોલ્યા- વાહિયાત વાત
- Gujarati News
- International
- Trump Said Necessary For National Security, Danger From Russian Chinese Ships Present There; Danish PM Said Absurd Talk
વોશિંગ્ટન ડીસી3 કલાક પેહલા
- કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ ઈચ્છવાની વાત જણાવી છે. આનાથી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના નેતાઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે.
ટ્રમ્પે સોમવારે એરફોર્સ વન પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ ખૂબ જ જરૂરી છે અને ત્યાં રશિયન અને ચીની જહાજોની હાજરી ચિંતાનો વિષય છે. આ પહેલા ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પણ ટ્રમ્પે કહ્યું હતું કે સંરક્ષણની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ અમેરિકાને જોઈએ.

ડેનમાર્કનાં વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન ટ્રમ્પની આ ટિપ્પણી પર તરત પ્રતિક્રિયા આપી અને કહ્યું કે અમેરિકાનું ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત કરવી સંપૂર્ણપણે વાહિયાત છે. જ્યારે ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને પણ ટ્રમ્પની ટિપ્પણીઓને ખોટી અને અપમાનજનક ગણાવી.
અમેરિકી સેના દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. માદુરો પર ડ્રગ્સની દાણચોરીના આરોપોમાં કેસ ચલાવવામાં આવશે.
ડેનમાર્કના PM બોલ્યા- અમેરિકા પાસે ડેનિશ સામ્રાજ્ય હડપવાનો અધિકાર નથી
ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અમેરિકાને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની કોઈ જરૂર નથી અને ન તો તેની પાસે ડેનિશ સામ્રાજ્યના કોઈપણ ભાગને હડપવાનો કોઈ અધિકાર છે.”
ફ્રેડરિકસેને ટ્રમ્પને નજીકના સહયોગી દેશ વિરુદ્ધ ધમકીઓ આપવાનું બંધ કરવા અપીલ કરી અને યાદ અપાવ્યું કે ગ્રીનલેન્ડના લોકો પોતે સ્પષ્ટ કહી ચૂક્યા છે કે તેઓ વેચાઉ નથી.
ડેનમાર્ક નાટોનો સભ્ય છે અને અમેરિકા સાથે પહેલેથી જ તેનો સંરક્ષણ કરાર છે, જે અંતર્ગત ગ્રીનલેન્ડમાં પહેલેથી જ અમેરિકાની પહોંચ છે.
ગ્રીનલેન્ડના PM બોલ્યા- અમારો દેશ વેચાવાનો નથી
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને કહ્યું કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ગ્રીનલેન્ડને વેનેઝુએલા સાથે જોડીને સૈન્ય હસ્તક્ષેપની વાત કરે છે, ત્યારે આ માત્ર ખોટું જ નથી પરંતુ અમારા લોકો પ્રત્યે અપમાનજનક છે.
નીલ્સને 4 જાન્યુઆરીએ નિવેદન જારી કરીને કહ્યું- હું શરૂઆતથી જ શાંત અને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગભરાટ કે ચિંતાનું કોઈ કારણ નથી. કેટી મિલરની પોસ્ટથી, જેમાં ગ્રીનલેન્ડને અમેરિકી ધ્વજમાં લપેટાયેલું બતાવવામાં આવ્યું છે, તેનાથી કંઈપણ બદલાતું નથી.

નીલ્સને કહ્યું, “અમે સ્વતંત્ર ચૂંટણીઓ અને મજબૂત સંસ્થાઓ ધરાવતો લોકતાંત્રિક સમાજ છીએ. અમારી સ્થિતિ આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય કરારો પર આધારિત છે. આના પર કોઈ પ્રશ્ન નથી. ગ્રીનલેન્ડ સરકાર શાંતિપૂર્વક અને જવાબદારીપૂર્વક પોતાનું કામ ચાલુ રાખી રહી છે.”
અમેરિકન અધિકારીની પત્નીની પોસ્ટથી ભડક્યો વિવાદ
વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહી પછી, વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારી સ્ટીફન મિલરની પત્ની કેટી મિલરે સોશિયલ મીડિયા પર ગ્રીનલેન્ડનો નકશો અમેરિકન ધ્વજના રંગમાં રંગીને પોસ્ટ કર્યો. આનાથી આ વિવાદ વધુ વકર્યો.
મિલરે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું “જલદી જ”. આનાથી ગ્રીનલેન્ડ અને ડેનમાર્કમાં અમેરિકી કબજાની આશંકાઓ વધી ગઈ. ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાની વાત કરતા રહ્યા છે, જેમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, ખનિજ સંસાધનો અને આર્કટિક ક્ષેત્રમાં રશિયા-ચીનની હિલચાલનો હવાલો આપ્યો છે.
આ પહેલા માર્ચમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગ્રીનલેન્ડના એક અમેરિકી સૈન્ય અડ્ડાની મુલાકાત લીધી હતી અને ડેનમાર્ક પર ત્યાં ઓછું રોકાણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અમેરિકી અધિકારી સ્ટીફન મિલરની પત્ની કેટી મિલરે સોશિયલ મીડિયા પર ગ્રીનલેન્ડનો આ નકશો પોસ્ટ કર્યો હતો, જે અમેરિકી ધ્વજના રંગમાં રંગાયેલો હતો.
અમેરિકા અને ડેનમાર્ક નજીકના સહયોગી, બંને નાટોના સ્થાપક સભ્યો
નિષ્ણાતોનું માનવું છે કે વેનેઝુએલાની ઘટના પછી ટ્રમ્પની ગ્રીનલેન્ડ પરની ટિપ્પણીઓ નાટો સહયોગીઓ વચ્ચે તણાવ વધારી શકે છે.
ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ, ડેનમાર્ક સામ્રાજ્યનો ભાગ છે અને નાટોના સભ્ય છે, જેથી તેની સુરક્ષાની જવાબદારી નાટોની સામૂહિક સુરક્ષા હેઠળ આવે છે.
અમેરિકાનો ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સાથેનો સંબંધ ગાઢ અને સહયોગી છે. ડેનમાર્ક નાટોનો સ્થાપક સભ્ય છે. 1951ના સંરક્ષણ કરારથી અમેરિકાને ગ્રીનલેન્ડમાં સૈન્ય મથક રાખવાની મંજૂરી છે. બંને દેશો સુરક્ષા, વિજ્ઞાન, પર્યાવરણ અને વેપારમાં સહયોગ કરે છે.
જાણો અમેરિકાને ગ્રીનલેન્ડથી શું ફાયદો
- વ્યૂહાત્મક લશ્કરી મહત્વ: ગ્રીનલેન્ડ આર્કટિક ક્ષેત્રમાં આવેલું છે, જે અમેરિકા, યુરોપ અને રશિયા વચ્ચે લશ્કરી અને મિસાઈલ દેખરેખ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં અમેરિકાનો થુલે એર બેઝ પહેલેથી જ છે, જે મિસાઈલ ચેતવણી અને રશિયન/ચીનની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી છે.
- ચીન અને રશિયા પર નજર: આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની હિલચાલ વધી રહી છે. ગ્રીનલેન્ડ પર પ્રભાવ હોવાથી અમેરિકા આ વિસ્તારમાં પોતાની ભૌગોલિક-રાજકીય પકડ મજબૂત રાખવા માંગે છે.
- કુદરતી સંસાધનો: ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનિજો, તેલ, ગેસ અને રેર અર્થ એલિમેન્ટ્સના મોટા ભંડારો હોવાનું મનાય છે, જેનું ભવિષ્યમાં આર્થિક અને ટેકનોલોજી મહત્વ ખૂબ જ વધારે છે. ચીન તેમનું 70-90% ઉત્પાદન નિયંત્રિત કરે છે, તેથી અમેરિકા પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે.
- નવા દરિયાઈ વ્યાપારી માર્ગો: ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, જેનાથી નવા શિપિંગ રૂટ્સ ખુલી રહ્યા છે. ગ્રીનલેન્ડ પરનું નિયંત્રણ અમેરિકાને આ રૂટ્સ પર દબદબો મેળવવા અને આર્કટિક ક્ષેત્રમાં રશિયા-ચીનની પ્રગતિ રોકવામાં મદદ કરશે.
- અમેરિકી સુરક્ષા નીતિ: અમેરિકા ગ્રીનલેન્ડને તેની રાષ્ટ્રીય સુરક્ષાની “ફ્રન્ટ લાઇન” માને છે. ત્યાં પ્રભાવ વધારીને તે ભવિષ્યના સંભવિત જોખમોને અગાઉથી જ રોકવા માંગે છે.
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિનું અપહરણ કર્યું હતું
અમેરિકન સૈનિકો 2 જાન્યુઆરીની રાત્રે વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસને પકડીને લઈ ગયા હતા.
ત્યારબાદ તેમને ન્યૂયોર્ક લાવવામાં આવ્યા છે, જ્યાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તેમના પર હથિયાર-ડ્રગ્સ સંબંધિત કેસ ચલાવવામાં આવશે.
માદુરોને આજે મેનહટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. માદુરો પર અમેરિકામાં હથિયાર અને ડ્રગ્સની દાણચોરીના આરોપો છે.
માદુરોની પત્ની સીલિયા ફ્લોરેસને પણ કેસમાં સામેલ કરવામાં આવી છે. તેમના પર અપહરણ અને હત્યાઓના આદેશ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
——————————
આ સમાચાર પણ વાંચો…
ટ્રમ્પે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિને ધમકી આપી: કહ્યું- અમારી વાત નહીં માનો તો વધુ ખરાબ હાલત કરીશું; UNSCમાં આજે ઇમરજન્સી મીટિંગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ખરાબ હાલત કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું, ‘જો ડેલ્સી તે નહીં કરે જે અમેરિકા વેનેઝુએલા માટે યોગ્ય માને છે, તો તેમની હાલત માદુરો કરતાં પણ વધુ ખરાબ થઈ શકે છે.’