UAEના રાષ્ટ્રપતિ માત્ર 105 મિનિટ માટે ભારત આવ્યા:ડિફેન્સ-ટ્રેડ સહિત 9 મોટા કરાર થયા; મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર રિસીવ કર્યા




UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સોમવારે 105 મિનિટની ટૂંકી મુલાકાત માટે ભારત પહોંચ્યા. તેઓ લગભગ 4.30 વાગ્યે પહોંચ્યા. પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું, “હું મારા ભાઈને લેવા માટે એરપોર્ટ પર જાતે આવ્યો છું.” બંને નેતાઓ વચ્ચે વેપાર અને સંરક્ષણ સહિત નવ મોટા કરારો પર હસ્તાક્ષર થયા. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે આ મુલાકાત ટૂંકી હતી પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. બંને નેતાઓની હાજરીમાં અનેક દસ્તાવેજોની આપ-લે પણ કરવામાં આવી. વિદેશ સચિવે જણાવ્યું કે આ મુલાકાતનું મહત્વ UAEના રાષ્ટ્રપતિ સાથે આવેલા પ્રતિનિધિમંડળ પરથી સમજી શકાય છે. આ પ્રતિનિધિમંડળમાં અબુ ધાબી અને દુબઈના શાહી પરિવારના સભ્યો તેમજ ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. PM મોદી અને શેખ જાયદની મુલાકાતની 4 તસવીરો… ભારત અને UAE વચ્ચે ડિફેન્સ અને ટ્રેડ પર સમજૂતી શક્ય શેખ જાયદને આજે પીએમ મોદી સાથે મીટિંગ કરીને સાંજે 6 વાગ્યે ભારતથી રવાના થવાનું હતું, પરંતુ અત્યાર સુધી આ બાબતે કોઈ જાણકારી સામે આવી નથી. વિદેશ મંત્રાલય (MEA) મુજબ બંને નેતાઓ વચ્ચે આજે વ્યાપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, ઉર્જા અને દુનિયા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર મોટી ડીલ થઈ શકે છે. MEAએ જણાવ્યું કે બંને નેતાઓ મિડલ-ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી શકે છે. આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બનેલી છે. યમનમાં UAE અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. MEA એ મુલાકાતની જાણકારી આપતા કહ્યું- ગલ્ફ દેશોમાં UAEને સૌથી વધુ નિકાસ કરે છે ભારત UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. આમાં UAEએ ભારતમાંથી 2 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. ભારતને UAE સાથે નાણાકીય ખાધ છે. એટલે કે ભારત UAE પાસેથી આયાત વધુ કરે છે અને નિકાસ ઓછી. ભારતે નાણાકીય વર્ષ 2022-23માં UAE પાસેથી 4 લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. ભારતે UAE સાથે એક વેપાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. ભારત, UAEને પેટ્રોલિયમ ઉત્પાદનો, મેટલ, સ્ટોન, જેમ્સ એન્ડ જ્વેલરી, ખનિજો, ખાદ્ય પદાર્થો જેવા કે અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોની નિકાસ કરે છે. ભારત UAEને શું એક્સપોર્ટ કરે છે? UAEને ભારતની મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, મેટલ, સ્ટોન, જેમ્સ એન્ડ જ્વેલરી, ખનિજો, ખાદ્ય પદાર્થો જેવા કે અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોનો સમાવેશ થાય છે. ————————————– આ સમાચાર પણ વાંચો… UAEના રાષ્ટ્રપતિ પાકિસ્તાન પહોંચ્યા, શાહબાઝ-મુનીર સ્વાગત કરવા એરપોર્ટ આવ્યા હતા સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન 26 ડિસેમ્બરે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. PM શાહબાઝ શરીફ અને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ આસિમ મુનીર UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.



Source link