US President Donald Trump Pakistan PM Shehbaz Sharif Board Peace Meeting Update; Trump Claims India Pakistan Mediation VIDEOS


  • Gujarati News
  • International
  • US President Donald Trump Pakistan PM Shehbaz Sharif Board Peace Meeting Update; Trump Claims India Pakistan Mediation VIDEOS

31 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર જેવો વ્યવહાર કર્યો, તેમને પોતાના જ વખાણ કરતા પાકિસ્તાની PMને ઊભા રહેવાનો આદેશ આપ્યો. ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની પહેલી બેઠકમાં ફરીથી તે જ જૂઠાણું પુનરાવર્તિત કર્યું છે કે તેમણે 2025ના ભારત-પાકિસ્તાન સૈન્ય તણાવ દરમિયાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો બંને દેશો પર 200 ટકા ટેરિફ લાગશે. જોકે, ભારતે ગયા વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી અથવા કોઈ ફાઇટર જેટને નુકસાન થવાના તમામ દાવાઓને સતત નકારી કાઢ્યા છે.

ટ્રમ્પ એ શું કહ્યું?

બોર્ડ ઓફ પીસ કાર્યક્રમમાં અન્ય દેશોના નેતાઓ સાથે સામેલ થયેલા પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ માટે એક અસ્વસ્થ મોમેન્ટ ત્યારે આવી, જ્યારે ટ્રમ્પે પોતાની ખોટી મધ્યસ્થીની વાત કરતા PAK પીએમને ઊભા થવા માટે કહ્યું. ટ્રમ્પે કહ્યું, “પાકિસ્તાન અને ભારત. આ મોટો મામલો હતો. મને લાગે છે કે તમારે (શરીફ) ઊભા થવું જોઈએ. ચાલો, ઊભા થઈ જાઓ. પાકિસ્તાન અને ભારત. ખૂબ ખૂબ આભાર.” ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી કહ્યું કે શરીફે દાવો કર્યો હતો કે ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવીને 2.5 કરોડ લોકોનો જીવ બચાવ્યો હતો.

ટ્રમ્પે શરીફને કહ્યું, “તમે આ નિવેદન આપ્યું હતું. મેં કહ્યું હતું કે 2.5 કરોડ જીવ, ખરેખર તેનાથી પણ વધુ હોઈ શક્યા હોત, પરંતુ તે ખરેખર ખૂબ સારી વાત હતી. તે યુદ્ધ ભડકી રહ્યું હતું. ફાઇટર જેટ્સ નષ્ટ કરવામાં આવી રહ્યા હતા અને આ યુદ્ધ પાકિસ્તાન અને ભારત વચ્ચે હતું.” એટલે કે આ વખતે ટ્રમ્પે અગાઉ કરેલા “1 કરોડ જીવ બચાવવા”ના પોતાના દાવાને વધુ ચડાવીને રજૂ કર્યો.

અહીં જુઓ આખો વીડિયો

ટ્રમ્પે કહ્યું કે તેમણે શાંતિ કરાર કરાવવા માટે ટેરિફ નીતિનો દબાણ તરીકે ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, “મેં બંને દેશનાં પીએમને ફોન કર્યા. હું તેમને થોડો જાણતો હતો. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ સારી રીતે ઓળખું છું. મેં તેમને કહ્યું કે જો તમે લોકો આ મામલો નહીં ઊકેલો તો હું તમારા બંને સાથે વેપાર કરાર નહીં કરું. અને પછી અચાનક અમે એક મત પર આવી ગયા.”

ટ્રમ્પે આગળ કહ્યું, “જો તમે લડશો તો હું તમારા બંને દેશો પર 200 ટકા ટેરિફ લગાવી દઈશ. બંને લડવા માંગતા હતા. પરંતુ જ્યારે પૈસાની વાત આવી, ત્યારે તેમણે કહ્યું કે અમે લડવા માંગતા નથી. 11 જેટ વિમાન તોડી પાડવામાં આવ્યા. ખૂબ મોંઘા જેટ.” આ પહેલા ટ્રમ્પ દાવો કરી ચૂક્યા હતા કે આ સંઘર્ષમાં સાત જેટ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા.

ટ્રમ્પના વારંવારના ખોટા દાવાઓ અને ભારતનું વલણ

ટ્રમ્પ વારંવાર દાવો કરતા રહ્યા છે કે વ્હાઇટ હાઉસમાં તેમના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં તેમણે આઠ યુદ્ધો અટકાવ્યા. તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ રોકવાનો શ્રેય પણ 80થી વધુ વખત લીધો છે. 10 મે 2025ના રોજ તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થીથી વાતચીત પછી બંને પડોશી દેશોએ “તાત્કાલિક અને સંપૂર્ણપણે” યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે.

જોકે ભારતનું કહેવું છે કે પાકિસ્તાન સાથે સંઘર્ષ રોકવા પર સહમતિ બંને દેશોની સેનાઓના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે સીધી વાતચીત પછી બની હતી, ન કે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીથી. જણાવી દઈએ કે ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ કાર્યવાહી પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકી માળખાને નિશાન બનાવીને કરવામાં આવી હતી. આ ઓપરેશન 22 એપ્રિલે થયેલા પહેલમ હુમલાના જવાબમાં હતું, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા.

ટ્રમ્પ બોલ્યા, મેં ભારત-પાકને 200% ટેરિફની ચેતવણી આપી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વોશિંગ્ટનમાં ‘બોર્ડ ઓફ પીસ’ કાર્યક્રમમાં ફરીથી ભારત-પાકિસ્તાન સંઘર્ષ રોકાવવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે મેં દેશો પર 200% ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. આ પછી તેઓ સંઘર્ષ રોકવા માટે સંમત થયા. ટ્રમ્પે કહ્યું કે તે સમયે બંને દેશો વચ્ચે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, લડાઈ તેજ બની ગઈ હતી અને વિમાનો પાડી દેવામાં આવી રહ્યા હતા. મેં બંને નેતાઓને ફોન કર્યો. હું પીએમ મોદીને સારી રીતે ઓળખું છું. ટ્રમ્પે કહ્યું કે મેં બંને (ભારત-પાકિસ્તાન)ને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તેઓ ઝઘડો સમાપ્ત નહીં કરે તો અમેરિકા તેમની સાથે કોઈ વેપાર કરાર નહીં કરે. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…



Source link