USA Georgia Gainesville Plane Emergency Landing Accident; Single Engine Plane Hits Cars Road PHOTOS VIDEOS


  • Gujarati News
  • International
  • USA Georgia Gainesville Plane Emergency Landing Accident; Single Engine Plane Hits Cars Road PHOTOS VIDEOS

12 કલાક પેહલા

  • કૉપી લિંક

અમેરિકાના જોર્જિયામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જોર્જિયાના ગેન્સવિલેમાં રસ્તા વચ્ચે જ એક પ્લેનનું ઇમર્જન્સી લેન્ડિંગ થયું. ક્રેશ લેન્ડિંગ પછી આ નાનું પ્લેન રોડ વચ્ચે અનેક ગાડીઓ સાથે અથડાયું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે જણાવ્યું હતું કે આ સિંગલ એન્જિનવાળું પ્લેન હતું અને તેણે બ્રાઉન્સ બ્રિજ રોડ અને પર્લ નિક્સ પાર્કવે પર ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(FAA)એ કહ્યું હતું કે હોકર બીચક્રાફ્ટ બીઈ-36 ઉડાવી રહેલા પાઇલટે બપોરે 12.10 વાગ્યા આસપાસ એન્જિનમાં સમસ્યાની જાણકારી આપી હતી.

અહીં જુઓ સંપૂર્ણ વીડિયો

કઈ રીતે ક્રેશ થયું પ્લેન?

અમેરિકાના રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ(NTSB)ના જણાવ્યા પ્રમાણે, આ પ્લેન ગેન્સવિલેના લી ગિલ્મર મેમોરિયલ એરપોર્ટથી રવાના થયું અને એ કેન્ટનમાં ચેરોકી કાઉન્ટીના રીજનલ એરપોર્ટ માટે જઈ રહ્યું હતું. NTSBએ જણાવ્યું હતું કે પ્લેનના એન્જિનમાં ખરાબી આવી ગઈ અને એમાં હવામાં ઉડાન માટે જરૂરી બળ હતું નહીં. આ કારણે એને રોડ પર જ ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું. રોડ બિઝી હતો એટલે એના ઉપર ગાડીઓની અવરજવર વધારે હતી. ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પ્લેને ત્રણ વાહનને ટક્કર મારી હતી.

NTSBએ કહ્યું, ઉડાન ભર્યાના થોડા સમય પછી જ પાઇલટને એન્જિનમાં ગડબડની જાણ થઈ અને એને ફરી ગેન્સવિલે તરફ પાછા ફરીને ત્યાં લેન્ડ કરવાનો નિર્ણય કર્યો. અટલાન્ટા ન્યૂઝ ફર્સ્ટના રિપોર્ટ પ્રમાણે એક ટ્રાફિક કંટ્રોલને મળેલા ઓડિયોમાં પ્લેનના પાઇલને મદદ માટે બૂમો પાડતા સાંભળવામાં આવ્યા. તેમણે કહ્યું, મે ડે, મે ડે, મે ડે…ગેન્સવિલે.

QuoteImage

ઓડિયો સાંભળીને એવું લાગ્યું કે પાઇલટને પોતાનો જીવ ગુમાવવો પડશે એવો અનુભવ થયો હશે. તેણે કહ્યું, અમે પહોંચી શકીશું નહીં. પ્લીઝ, મારી પત્નીને જાણ કરી દેજો કે હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને મારાં માતા-પિતાને પણ હું ખૂબ જ પ્રેમ કરું છું.

QuoteImage

ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનને ખૂબ જ બિઝી રોડ પર લેન્ડ થતા અને અનેક વાહનો સાથે અથડાતા જોઇ શકાય છે. પોલીસે જણાવ્યું કે આ દુર્ઘટનામાં અનેક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.લેન્ડિંગ પછી પ્લેનની જમણી વિંગ એક વાહન સાથે અથડાઈ અને પ્લેનનું ફ્યૂઅલ ટેંક SUVમાં ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો…

અમેરિકામાં બરફનું તોફાન, 29 લોકોનાં મોત

અમેરિકામાં થોડા દિવસ પહેલાં શરૂ થયેલા બરફના તોફાને દેશભરમાં સ્થિતિ બગાડી દીધી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્ય અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, તોફાન લગભગ 3,220 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. લગભગ 21 કરોડ એટલે કે બે-તૃતીયાંશ અમેરિકનો આ તોફાનની ચપેટમાં આવ્યું હતું. ડેઇલી મેલ અનુસાર, ન્યૂયોર્ક સહિત દેશભરમાં 29 લોકોનાં મોત થયાં હતાં. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…



Source link