Vaibhav Suryavansh; ICC U19 World Cup Update; 14 Year Old Cricketer Scores 96 Runs Vs Scotland Photos VIDEOS | 27 સિક્સ, 21 ફોર અને અનેક રેકોર્ડ્સ ધ્વસ્ત…: U-19 વર્લ્ડ કપ પહેલાં વૈભવ સૂર્યવંશીની તાબડતોડ બેટિંગ; હવે વોર્મઅપ મેચમાં સ્કોટલેન્ડની સામે વિસ્ફોટક ઇનિંગ રમી
- Gujarati News
- Sports
- Cricket
- Vaibhav Suryavansh; ICC U19 World Cup Update; 14 Year Old Cricketer Scores 96 Runs Vs Scotland Photos VIDEOS
30 મિનિટ પેહલા
- કૉપી લિંક

ICC U-19 વર્લ્ડ કપ 2026 પહેલાં 14 વર્ષનો વૈભવ સૂર્યવંશીએ સ્કોટલેન્ડ અંડર-19 સામે 96 રનની તોફાની ઇનિંગ રમી. તાજેતરમાં સાઉથ આફ્રિકા અંડર-19 સામેની સિરીઝ જીતમાં કેપ્ટનશીપ કરી અને રનનો વરસાદ કર્યા પછી, વૈભવ સૂર્યવંશી ભારતની ખિતાબ જીતવાની આશાઓના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક તરીકે ઉભરી આવ્યો છે. ભારત 15 જાન્યુઆરીથી અમેરિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
14 વર્ષનો સ્ટાર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અંડર-19 વર્લ્ડ કપ પહેલા ફરી પોતાની બેટિંગથી ચર્ચામાં આવ્યો છે. તેણે વધુ એક શાનદાર ઇનિંગ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સૂર્યવંશીએ ટુર્નામેન્ટની તૈયારીના ભાગરૂપે શનિવાર, 10 જાન્યુઆરીના રોજ બુલાવાયો એથલેટિક ક્લબમાં વોર્મઅપ મેચમાં સ્કોટલેન્ડ અંડર-19 સામે 50 બોલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. છેલ્લા એક અઠવાડિયામાં વૈભવે 4 મેચમાં ટોટલ 27 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા છે.
સ્કોટલેન્ડ સામે 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા
14 વર્ષીય વૈભવે શનિવારે સ્કોટલેન્ડ સામેની પોતાની આક્રમક ઇનિંગ દરમિયાન નવ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યવંશીએ કેપ્ટન આયુષ મ્હાત્રે (19 બોલમાં 22 રન) સાથે પહેલી વિકેટ માટે 42 બોલમાં 70 રન જોડ્યા અને ત્યારબાદ આરોન જ્યોર્જ (58 બોલમાં 61 રન) સાથે 56 બોલમાં 78 રનની ભાગીદારી કરી હતી.

વૈભવે સ્કોટલેન્ડ સામે વોર્મઅપ મેચમાં 96 રન ફટકાર્યા.
27 બોલમાં ફિફ્ટી પૂરી કરી
સૂર્યવંશીએ માત્ર 27 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને આ સિદ્ધિ સુધી પહોંચવા માટે એક જોરદાર છગ્ગો ફટકાર્યો. જોકે, તે પોતાની સદી ચૂક્યો હતો અને મનુ સારસ્વતના બોલ પર 96 રન બનાવી આઉટ થયો હતો.
છેલ્લા 7 દિવસમાં પ્રભાવશાળી પરફોર્મન્સ આપ્યું
વૈભવ સૂર્યવંશીએ સાઉથ આફ્રિકા અંડર-19 સામેની 3-0ની સિરીઝ જીતમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ સિરીઝમાં વૈભવે એક સદી અને એક ફિફ્ટી ફટકારી હતી. યુવા કેપ્ટને ત્રણ મેચની આ સિરીઝમાં સૌથી વધુ 206 રન બનાવ્યા હતા. તેણે સિરીઝનો અંત 74 બોલમાં 127 રનની યાદગાર ઇનિંગ સાથે કર્યો હતો, જેમાં 10 છગ્ગા સામેલ હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…

સેન્ચુરી ફટકાર્યા બાદ વૈભવનું અલગ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું.
અંડર-19 વર્લ્ડ કપ પર રહેશે નજર
હવે ભારત 15 જાન્યુઆરીએ બુલાવાયોમાં અમેરિકા સામે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતને ગ્રૂપ-Aમાં બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને અમેરિકા સાથે રાખ્યું છે. ભારત અંડર-19 વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી સફળ ટીમ છે, જેના નામે પાંચ ટાઇટલ છે.