Video: અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનો રોષ, ઈન્ડિગોની ફ્લાઇટ રદ મુસાફર પરેશાન; દેશભરમાં આવી જ સ્થિતિ- Video Passengers angry at Ahmedabad airport as Indigo flight cancellations similar situation across country airline apologized | અમદાવાદ


Last Updated:

Indigo Airlines News: ઈન્ડિગોની ફ્લાઇટ્સના ટાઈમ ટેબલ વિખેરાતા અમદાવાદ સહિત દેશભરના એરપોર્ટ્સ પર સેંકડો ફ્લાઇટ્સ ડીલે અને રદ થઈ રહી છે. જેના કારણે મુસાફરોમાં ભારે પરેશાન થતા લોકો #IndigoDelay સાથે સોશિયલ મીડિયામાં હજારો પોસ્ટ્સમાં મુકી રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે એરલાઈન કંપનીએ પણ આ મામલે માફી માગી છે.

ઈન્ડિગો એરલાઈને માફી માંગી
ઈન્ડિગો એરલાઈને માફી માંગી

અમદાવાદ : ભારતની સૌથી મોટી એરલાઇન ગણાતી Indigo Airlinesનો ટાઈમ ટેબલ વિખેરાતા દેશભરની સેંકડો ફ્લાઈટો ડીલે થઈ રહી છે. જેના કારણે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ સહિતના અનેક એરપોર્ટ્સ પર મુસાફરોની આકરી નારાજગી વ્યક્ત થઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરત એરપોર્ટ્સ પર સતત બીજે દિવસે પણ ઈન્ડિગોની ફ્લાઇટ્સમાં મોટા પાયે વિલંબ અને રદ થતા હજારો મુસાફરો અટવાયા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અને સ્ટાફ વચ્ચે ભારે રકઝક અને બોલાચાલી થઈ. આ ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આખા દેશભર સહિત અહીં ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર બુધવારથી શરૂ થયેલી આ અવ્યવસ્થા ગુરુવારે વધુ તીવ્ર બની છે. ખાસ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ ડીલે અને રદ થવાને કારણે હજારો મુસાફરોએ 15-15 કલાકથી રાહ જોવી પડી રહી છે. જેથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ વચ્ચે તૂતૂમેમે સર્જાઈ હતી. સેંકડો મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો, જે અંગેના વીડિયો પણ હાલ સામે આવી રહ્યા છે.

નોંધનીય છે કે, દેશભરના મોટા ભાગના એરપોર્ટ પર આ જ પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં ઈન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ અને અનેકમાં કલાકોનો વિલંબ થયો છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર, જમ્મુ જેવા મુખ્ય એરપોર્ટ્સ પર મુસાફરો અટવાયા છે. ત્યારે મુસાફરો સોશિયલ મીડિયા પર #IndigoDelay હેશટેગ સાથે હજારો પોસ્ટ્સમાં રોષ ઠાલવી રહ્યા છે.

આ અંગે ઈન્ડિગો એરલાઇને પણ માફી માગી છે. એરલાઈન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મુસાફરો અને સ્ટેકહોલ્ડર્સ પાસેથી હૃદયપૂર્વક માફી માગી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, “છેલ્લા છ દિવસોમાં ઈન્ડિગોના નેટવર્ક અને કાર્યક્રમોમાં વ્યાપક વિક્ષેપ આવ્યા છે. જેથી અમે તમામ મુસાફરો અને અમારી સાથે જોડાયેલા તમામ લોકોની માફી માંગીએ છીએ. હાલ ઈન્ડિગોની ટીમો MOCA, DGCA, BCAS, AAI અને એરપોર્ટ ઓપરેટર્સના સહયોગથી વિલંબના કેસ્કેડિંગ અસર ઘટાડવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા કઠોર પ્રયાસો કરી રહી છે.

વધુમાં ઈન્ડિગો એરલાઇને X(પહેલા ટ્વીટ) પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ઇન્ડિગોને થયેલી અસુવિધા બદલ ખૂબ જ દુઃખ છે અને તે વહેલી તકે તેની કામગીરીને સુવ્યવસ્થિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેથી હાલ પૂરતું તમે તમારી ફ્લાઇટનું સ્ટેટસ કૃપા કરીને https://goindigo.in/check-flight-status.html પર તપાસો.”

ઉલ્લેખનીય છે કે, આ અવ્યવસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં મુસાફરોને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેમાં અન્ય એરલાઇન્સની ટિકિટ્સ માટે હજારો રૂપિયા વધારાના ખર્ચ પડી રહ્યા છે. ત્યારે આ મુદ્દે DGCA(Directorate General of Civil Aviation)એ પણ તપાસ ચાલુ છે અને મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિફંડની સુવિધા આપવામાં આવવાની તૈયારીઓ દર્શાવી છે. જેથી હાલ આ ઘટનાએ એરલાઇન્સની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે અને મુસાફરોમાં અસુરક્ષા વધારી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *