Virat Kohli Ignores Gautam Gambhir; Viral Video Sparks Speculation


3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી વનડે ઈન્દોરમાં રમાવાની છે. તે મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ખૂબ પ્રેક્ટિસ કરી હતી. જોકે, પ્રેક્ટિસ સેશન દરમિયાન એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેનાથી ફેન્સમાં ખળભળાટ મચી ગયો. ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોહલી અને ગંભીર પ્રેક્ટિસ દરમિયાન એકબીજા સાથે વાત પણ કરતા નથી. વીડિયોમાં જોઈ શકાય છે પોતાની સામે ગંભીરને જોયો છતાં, કોહલીએ પોતે દુર રહ્યો અને તેની તરફ જોયા વિના બાજુમાંથી ચાલ્યો ગયો. આ વીડિયોએ ફરી એકવાર ફેન્સમાં વિવિધ અટકળો લગાવી છે. ઘણા લોકોને લાગે છે કે ટીમમાં હજુ પણ કંઈ સારું નથી.

ફેન્સે કહ્યું – કંઈક તો ગડબડ છે.

સિતાંશુ કોટકે કહ્યું- કોહલી, રોહિત અને ગંભીર એકબીજા સાથે વાત કરે છે

ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કોહલી અને ગંભીર વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી વર્ષના વર્લ્ડ કપની તૈયારીઓ સહિત ભારતની લાંબા ગાળાની વનડે રણનીતિ બનાવવામાં સક્રિય રીતે સામેલ છે. કોટકે કહ્યું, “મોટાભાગે હું ત્યાં હોઉં છું અને જો હું સાંભળતો હોઉં તો તેઓ પોતાના અનુભવો શેર કરે છે. હું હંમેશા તેમને વાત કરતા જોઉં છું. સોશિયલ મીડિયા પર તમે ઘણી બધી બાબતો જુઓ છો જે હું જોવાનું ટાળું છું.” મને લાગે છે કે તેમાં ઘણી સકારાત્મકતા છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી, કોહલી, રોહિત વચ્ચેના સમીકરણો અને નવા કોચિંગ માળખા વિશે ઘણી અટકળો ચાલી રહી છે.કોટકે કહ્યું કે માર્ચમાં T20 વર્લ્ડ કપ પુરો થયા પછી, ભારતે 34મી ઓવર પછી એક નવા બોલના નિયમને ધ્યાનમાં રાખીને ફરીથી પોતાની બેટિંગ પર કામ કરવું પડશે. રમતની સ્થિતિમાં ફેરફાર બાદ, બોલિંગ ટીમે હવે 35મી અને 50મી ઓવર વચ્ચે બે બોલમાંથી એક પસંદ કરવાનો રહેશે. તેમણે કહ્યું. “ટી20 વર્લ્ડ કપ પછી વધુ વનડે મેચો થશે. આપણે નવા નિયમને ધ્યાનમાં રાખવો પડશે કે 34મી ઓવર પછી ફક્ત એક જ બોલ હશે,”

આ સમાચાર પણ વાંચો…

ઈન્ડિયા પર સિરીઝ બચાવવાનું દબાણ રહેશે:ભારત ઈન્દોરમાં કોઈ વન-ડે નથી હાર્યું, કિવીઝ સામે કરો યા મરો જંગ; RO-KO હવે 6 મહિના સુધી ઈન્ટરનેશનલ નહીં રમે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 1:00 વાગ્યે થશે.

સિરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. ભારતે પહેલી વન-ડે 4 વિકેટે જીતી હતી, જ્યારે બીજા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીત નોંધાવી હતી. એવામાં આજની મેચ સિરીઝનો નિર્ણય કરશે. જે ટીમ આ મુકાબલો જીતશે, તે જ સિરીઝ પર કબજો જમાવશે.

2006 થી લઈને 2023 વચ્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં કુલ 7 વન-ડે રમાઈ છે. તમામ મેચ ભારતીય ટીમે જીત્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં એક વન-ડે રમાઈ છે. વર્ષ 2023માં રમાયેલી આ મેચમાં ભારતને 90 રનથી જીત મળી હતી. સંપુર્ણ સમાચાર વાંચો…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *