Virat Kohli; IND Vs NZ 3rd ODI LIVE Score Updates Rohit Sharma Shubman Gill Ravindra Jadeja


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Virat Kohli; IND Vs NZ 3rd ODI LIVE Score Updates Rohit Sharma Shubman Gill Ravindra Jadeja | Daryl Mitchell

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 1:00 વાગ્યે થશે.

સિરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. ભારતે પહેલી વન-ડે 4 વિકેટે જીતી હતી, જ્યારે બીજા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીત નોંધાવી હતી. એવામાં આજની મેચ સિરીઝનો નિર્ણય કરશે. જે ટીમ આ મુકાબલો જીતશે, તે જ સિરીઝ પર કબજો જમાવશે.

2006 થી લઈને 2023 વચ્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં કુલ 7 વન-ડે રમાઈ છે. તમામ મેચ ભારતીય ટીમે જીત્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં એક વન-ડે રમાઈ છે. વર્ષ 2023માં રમાયેલી આ મેચમાં ભારતને 90 રનથી જીત મળી હતી.

ભારતે ન્યૂઝીલેન્ડ સામે 52% મેચ જીતી

ભારતે ન્યૂઝીલેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી વન-ડે મેચમાં લગભગ 52% મુકાબલા જીત્યા છે. બંને ટીમ વચ્ચે કુલ 122 વન-ડે રમાઈ ચૂકી છે, જેમાં ભારતે 63 અને ન્યૂઝીલેન્ડે 51 મેચમાં જીત મેળવી છે. આ સિવાય 7 મુકાબલા અનિર્ણિત રહ્યા, જ્યારે એક મેચ ટાઈ પણ થઈ હતી.

ભારતની ધરતી પર બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 42 વન-ડે રમાઈ છે. જેમાં ભારતનો દબદબો સ્પષ્ટ દેખાય છે. ભારતે 32 મુકાબલા જીત્યા છે, જ્યારે ન્યૂઝીલેન્ડને માત્ર 9 મેચમાં સફળતા મળી છે. વળી, એક મુકાબલો અનિર્ણિત રહ્યો.

રાહુલ ભારતનો ટૉપ બેટર

કેએલ રાહુલ આ સિરીઝમાં ભારતનો ટૉપ બેટર છે. તેણે 2 મેચમાં કુલ 141 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટથી એક સદી નીકળી, જ્યારે ફિફ્ટી લાગી નથી. રાહુલે 124.77 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે 2 મેચમાં 3 વિકેટ ઝડપી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 60 રન આપીને 2 વિકેટ રહ્યું. આ સિવાય તેની ઇકોનોમી 6.05 ની રહી છે.

મિચેલે બીજી વન-ડેમાં સદી ફટકારી

ડેરીલ મિચેલે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડ માટે સદી ફટકારીને મેચ જીતાડી હતી. તેણે પહેલી મેચમાં પણ ફિફ્ટી ફટકારી હતી. તેણે 2 મેચમાં કુલ 215 રન બનાવ્યા. મિચેલે ઝડપથી રન બનાવતા 114.36 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી.

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કાઇલ જેમીસને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 2 મેચમાં કુલ 5 વિકેટ પોતાના નામે કરી. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 41 રન આપીને 4 વિકેટ રહ્યું. જેમીસનની ઇકોનોમી 5.55 ની રહી.

કાળી માટીથી બનેલી પીચ પર રમાશે મેચ

હોલકર સ્ટેડિયમના ચીફ પીચ ક્યુરેટર મનોહર જામલેના જણાવ્યા પ્રમાણે, પીચ કાળી માટીથી તૈયાર કરવામાં આવી છે અને તે બેટર્સ માટે અનુકૂળ રહેશે. ઠંડીના કારણે ઝાકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેનાથી બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમને ફાયદો મળી શકે છે.

મેચના દિવસે હવામાન સાફ રહેશે, તડકો નીકળશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચના દિવસે ઈન્દોરમાં હવામાન સાફ રહેશે. આખો દિવસ તડકો નીકળેલો રહેશે અને તાપમાન 13 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.

બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11

ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

ન્યૂઝીલેન્ડ (NZ): માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચ હે (વિકેટકીપર), જેક ફોલ્ક્સ, કાઇલ જેમીસન, ક્રિશ્ચિયન ક્લાર્ક અને જેડન લેનોક્સ.

મેચ ક્યાં જોઈ શકાશે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મુકાબલો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ પર થશે. દિવ્ય ભાસ્કર પર પણ મેચના લાઈવ અપડેટ્સ જોઈ શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *