Will India face 500% Trump tariff? | ભારત પર લાગશે 500% ટ્રમ્પ ટેરિફ?: આવતા અઠવાડિયે US સંસદમાં મતદાન, રશિયા પર 500% ટેરિફવાળા બિલને ટ્રમ્પની લીલીઝંડી; હવે ભારત, ચીન પર નિશાન


વોશિંગ્ટન ડીસી5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો સંબંધિત એક બિલને મંજૂરી આપી દીધી છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, આ બિલમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% સુધી ટેરિફ લગાવવાની જોગવાઈ છે.

રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામએ જણાવ્યું કે બુધવારે વ્હાઇટ હાઉસમાં તેમની ટ્રમ્પ સાથે મુલાકાત થઈ, જેમાં રાષ્ટ્રપતિએ બિલને લીલી ઝંડી આપી દીધી. આ બિલ છેલ્લા ઘણા મહિનાઓથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તેને આવતા અઠવાડિયે સંસદમાં વોટિંગ માટે લાવવામાં આવી શકે છે.

આ બિલનું નામ ‘સેન્ક્શનિંગ ઓફ રશિયા એક્ટ 2025’ છે. તેનો હેતુ એવા દેશો પર દબાણ બનાવવાનો છે, જે યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. અમેરિકાનો આરોપ છે કે તેનાથી રશિયાને યુદ્ધ લડવામાં મદદ મળી રહી છે.

રશિયા સામેના નવા પ્રતિબંધો સંબંધિત બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પક્ષોના સાંસદોનું સમર્થન મળ્યું છે.

રશિયા સામેના નવા પ્રતિબંધો સંબંધિત બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પક્ષોના સાંસદોનું સમર્થન મળ્યું છે.

રશિયન ઓઈલને કારણે ભારત પર પહેલેથી જ 25% ટેરિફ

અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર પહેલેથી જ 25% વધારાનો ટેરિફ લગાવ્યો છે. જો આ બિલ પસાર થશે તો દિલ્હી માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અત્યાર સુધીમાં ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ચૂક્યો છે.

આના કારણે ભારતને અમેરિકામાં પોતાનો સામાન વેચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેની અસર ભારતના નિકાસ પર પડી રહી છે. બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદનો ઉકેલ લાવવા માટે ટ્રેડ ડીલ પર વાતચીત પણ ચાલી રહી છે.

ભારત ઈચ્છે છે કે તેના પર લાદવામાં આવેલી કુલ 50% ટેરિફ ઘટાડીને 15% કરવામાં આવે અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર જે વધારાની 25% પેનલ્ટી લગાવવામાં આવી છે, તેને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી આ વાટાઘાટોથી નવા વર્ષમાં કોઈ નક્કર નિર્ણય આવવાની આશા છે.

દાવો- ભારતીય રાજદૂતે 25% ટેરિફ હટાવવાની અપીલ કરી

લિન્ડસે ગ્રેહામ (Lindsay Graham) એ 5 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે તેઓ લગભગ એક મહિના પહેલા ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાના ઘરે ગયા હતા. તે મુલાકાતમાં ભારત દ્વારા રશિયન ઓઈલની ખરીદી ઘટાડવા અંગે સૌથી વધુ ચર્ચા થઈ હતી.

તેમણે જણાવ્યું કે ભારતીય રાજદૂતે તેમને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી આ સંદેશ પહોંચાડવા કહ્યું હતું કે ભારત પર લાદવામાં આવેલી વધારાની 25 ટકા ટેરિફ હટાવવામાં આવે.

ભારતે 4 વર્ષ પછી રશિયાથી ઓઈલની આયાત ઘટાડી

ભારતે 2021 પછી પહેલીવાર રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ભારતની રશિયન ઓઈલ આયાત નવેમ્બરમાં લગભગ 17.7 લાખ બેરલ પ્રતિદિન હતી, જે ડિસેમ્બરમાં ઘટીને લગભગ 12 લાખ બેરલ પ્રતિદિન રહી ગઈ છે. આવનારા સમયમાં તે 10 લાખ બેરલ પ્રતિદિનથી પણ નીચે જઈ શકે છે.

જાન્યુઆરીમાં આવનારા આંકડાઓમાં ભારતની રશિયન ઓઈલ આયાતમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. નવેમ્બર 21થી રશિયાની બે મોટી ઓઈલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર અમેરિકી પ્રતિબંધો લાગુ થયા છે. આ પછી ભારતની રશિયાથી ઓઈલ આયાત ઘટવા લાગી છે.



Source link