WPL ફાઈનલમાં RCBની એન્ટ્રી:યુપી વોરિયર્સને 9 વિકેટે હરાવ્યું, હેરિસ અને મંધાનાની ફિફ્ટી; ડી ક્લર્કને 4 વિકેટ મળી




રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ચોથી સીઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ. ટીમે ગુરુવારે યુપી વોરિયર્સને 9 વિકેટે હરાવી દીધું. વડોદરામાં RCB તરફથી ગ્રેસ હેરિસે 75 અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 54 રન બનાવ્યા, જ્યારે નદીન ડી ક્લર્કે 4 વિકેટ લીધી. સારી શરૂઆત પછી વોરિયર્સે સતત વિકેટ ગુમાવી
કોટંબી સ્ટેડિયમમાં RCB એ બોલિંગ પસંદ કરી. કેપ્ટન મેગ લેનિંગ અને દીપ્તિ શર્માએ યુપીને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ 74 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. લેનિંગ 41 રન બનાવીને આઉટ થઈ. તેના જતા જ ટીમ વિખેરાઈ ગઈ. હરલીન દેઓલે 14 અને સિમરન શેખે 10 રન બનાવ્યા. દીપ્તિ 55 રન બનાવીને 19મી ઓવરમાં આઉટ થઈ. ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 143 રન જ બનાવી શકી. બેંગલુરુ માટે નદીન ડી ક્લર્કે 4 વિકેટ લીધી. ગ્રેસ હેરિસને 2 વિકેટ મળી. જ્યારે લોરેન બેલ અને શ્રેયાંકા પાટીલે 1-1 વિકેટ લીધી. હેરિસની ફિફ્ટી, મંધાનાએ જીત અપાવી
144 રનના ટાર્ગેટ સામે બેંગલુરુની શરૂઆત પણ ખૂબ જ મજબૂત રહી. ગ્રેસ હેરિસ અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 9 ઓવરમાં 108 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. હેરિસ 37 બોલમાં 75 રન બનાવીને આઉટ થઈ. મંધાનાએ પછી ફિફ્ટી ફટકારી અને જ્યોર્જિયા વોલ સાથે મળીને ટીમને 13.1 ઓવરમાં જ જીત અપાવી. વોલે 16 રન બનાવ્યા. યુપી તરફથી આશા શોભના અને શિખા પાંડેએ 1-1 વિકેટ લીધી. ક્રાંતિ ગૌડ, દીપ્તિ શર્મા, સોફી એકલસ્ટન અને ક્લો ટ્રાયોન કોઈ વિકેટ લઈ શકી નહીં. મંધાના 54 રન બનાવીને નોટઆઉટ રહી. યુપી વોરિયર્સ બહાર, બેંગલુરુ ફાઇનલમાં
8 મેચમાં છઠ્ઠી જીત સાથે બેંગલુરુએ સીધો ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમની 2 હાર મુંબઈ અને દિલ્હી સામે આવી હતી. બીજી તરફ પાંચમી હારથી યુપીની ટીમ લગભગ બહાર થઈ ગઈ છે. ટીમને ક્વોલિફાય કરવા માટે દિલ્હી સામેની છેલ્લી મેચમાં મોટા અંતરથી જીતવાની સાથે મુંબઈ હારે તેવી પ્રાર્થના પણ કરવી પડશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *