WPL 2026 Schedule Update; Match Fixtures Venues Double Header Eliminator | MI Vs RCB | વુમન્સ પ્રીમિયર લીગ આજથી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ: 2 દિવસ ડબલ હેડર, 6 મેચ મેન્સ ટીમ ઈન્ડિયાની વન-ડે મેચ સાથે ટકરાશે


સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા

  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગની ચોથી સિઝન આજથી શરૂ થશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઓપનિંગ મેચ DY પાટીલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે.

5 ટીમ ભાગ લઈ રહી છે. 28 દિવસ સુધી 2 સ્થળોએ 22 મેચ રમાશે. જેમાં 2 પ્લેઓફ, જ્યારે 20 લીગ મેચ રહેશે.

ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ…

મુંબઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. પરંપરા મુજબ, ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. મુંબઈએ ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સને 8 રનથી હરાવીને ફાઇનલ જીતી હતી.

ટીમ ઈન્ડિયાની મેચ સાથે 6 મેચ ક્લેશ થશે વુમન્સ પ્રીમિયર લીગની 6 મેચ ભારતીય મેન્સ ટીમ સાથે ક્લેશ થશે. તેમાંથી 2 મેચ શુભમન ગિલની કેપ્ટનશીપની ટીમ ઈન્ડિયા સાથે ક્લેશ થશે. જ્યારે, 4 મેચ અંડર-19 ટીમ ઈન્ડિયાની મેચ સાથે ક્લેશ થશે.

ગિલની ટીમને ન્યૂઝીલેન્ડ સામે 3 વન-ડે અને 5 T20 મેચની સિરીઝ રમવાની છે. જે 11 જાન્યુઆરીથી શરૂ થશે. 11 અને 14 જાન્યુઆરીએ વુમન્સ પ્રીમિયર લીગની મેચ ટીમ ઈન્ડિયાની વન-ડે મેચ સાથે ક્લેશ થવાની છે.

ભારતની યુવા ટીમ 15 જાન્યુઆરીથી અંડર-19 વર્લ્ડકપમાં ભાગ લેવાની છે. આવી સ્થિતિમાં, લીગની 4 મેચ આની સાથે પણ ક્લેશ થશે.

આ વખતે 2 ડબલ હેડર હશે વુમન્સ પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં 2 ડબલ હેડર હશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ. પ્રથમ ડબલ હેડર 10 જાન્યુઆરીએ હશે, જ્યારે બીજો 17 જાન્યુઆરીએ હશે.

3 ફેબ્રુઆરીએ એલિમિનેટર મેચ પ્લેઑફ 3 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ દિવસે વડોદરામાં સાંજે 7:30 વાગ્યાથી એલિમિનેટર રમાશે. તેને જીતનારી ટીમ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લેશે. ફાઈનલ 5 ફેબ્રુઆરીએ થશે. આ મેચ પણ વડોદરામાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.

છેલ્લે આખું શેડ્યૂલ જુઓ

WPLની મેચ ક્યારે અને ક્યાં જોઈ શકાશે? WPLનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્ક પર થશે. મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર થશે. WPL 2026માં નાઇટની તમામ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટૉસ સાંજે 7 વાગ્યે થશે. જ્યારે ડબલ હેડરના દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. ટુર્નામેન્ટની પળેપળની અપડેટ્સ માટે તમે દિવ્ય ભાસ્કર એપને ફોલો કરી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *